________________ मंत्रराज ध्यानमाला [ જૂનતી ઢાળ 7/3 (અજ્ઞાનને નાશ થતાં તાત્વિક જ્ઞાનને પ્રકાશ). મૂળ - સિદ્ધરસાદિક સ્પર્શથી રે, લેહ હોઈ જિમ હેમ, આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતે નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રાનઈ નાશઈ, તત્ત્વજ્ઞાનનો હોઈ પ્રકાસજી. આંચલી..૩. બે— - જિમ સિદ્ધરસ કુંપીના (રસના) ફરસથી લેહથી હેમ થાયે વલી વિસે લેહથી હેમ થાયૅ તિમ કહ્યું તિમ પરમાત્મા દયાનથી આત્મા તે પરમાનંદપણું લહૈ કહેતાં પામે. જિમ સૂતે નર જા તિવારે પાછિલા સર્વ ભાવ સંભારે, કૃતકાર્ય પ્રારબ્ધ કાર્યના વિભાગ જાણે તિમ અજ્ઞાન નિદ્રાને છે તે નાસે તિવારે તત્ત્વજ્ઞાનને પ્રકાશ થાયૅ...૩. ઢાળ 7/4 (સ્વભાવ રમણતા). મૂળ જન્માંતર સંસ્કારથી રે, અથવા સહજ સંભાવ, અથવા સુગુરુ પ્રસાદથી રે, પામેં તત્ત્વ જમાવ; પાવકથી જિમ કંચન સૂદ, તત્ત્વ જ્ઞાનથી આતમ બુદ્ધ, આપે સંવેદી અન્ય પ્રદી, જાણે સર્વ વિભાવ વિનદીજી. આંચલી.૪. બે - એહવું તત્વજ્ઞાન પૂર્વજન્મના સંસ્કારથી આવે. અથવા સહેજથી વિગર પ્રયત્ન આવે. તથા ગુરુની કૃપાથી તત્ત્વને જમાવ ઘન પામેં તિવારે જિમ અગ્નિથી કંચન નિર્મલ થાયે તિમ તત્ત્વજ્ઞાનથી આત્મા પ્રદ પામે. આપ પોતે સભ્ય જ્ઞાનને જાણ થાયે અવરને પ્રમોદ ઉપજાવેં. સર્વ વિભાવને વેભા (તા) થાયે સ્વભાવપણે પ્રવર્તે.....