________________ વિસા ] नमस्कार स्वाध्याय [ 22 દાળ 1/16 (થાનની પ્રાથમિક વિચારણા) મૂળ :- પ્રથમ વિચાર કરે એહ, ભવસુખ દુઃખદાઈ કેહેવો; જે પુદ્ગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચારે ગતિ ફિરી..૧૬ ટો - તિહાં ચિત્તમાં પહિલે ઈમ વિચાર કરઈ. ભવ-સંસારનાં સુખ તે સર્વ દુઃખદાઈ છઈ જે એણઈ આતમાઈ પુદ્ગલની સંગતિ પરિણતિ કરી, તેહ થકી ચારઈ ગતિમાં ફિરવું કહ્યું....૧૬. ઢાળ 1/17 ( ધ્યાનની તાત્વિક વિચારણા ) મૂળ - છાલી વાટક નાટક ગણું, ક્રોધાદિક દુઃખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ, પરસંગે થયે તેહ વિરૂપ....૧૭ બો :- છાલી–બકરી જિમ વાડામાં ઘાલી હુંતી સકલ ભૂમિ પ્રદેશ અવગાહઈ તિમ ઈઈ જીવઈ ચઉદ રાજકરૂપ વાટકઈ ઈમ નાટિક કરતાં અવગાહિઉં છઉં, તિહાં ક્રોધાદિક દુઃખ કેતાં ઈક કહીઈ પિતાનું આત્માનું કેવલજ્ઞાન અનંતરૂપ છતું હતું, તેહી પણિ પશ્કર્મ સંગથી વિપર્યયરૂપ થયું. જ્ઞાન અજ્ઞાનરૂપ થયું.૧૭. ઢાળ 1/18 (ધાનની તાત્ત્વિક વિચારણ-ચાલુ) મૂળ - સકલ ઋદ્ધિ સાવરણું જાય, ભાગી બદામ અનંત વિકાય; પુદગલ ખલસંગે દુઃખકામ, મદિરા મોહ થકી ગતમામ..૧૮ ટો - સકલ ઋદ્ધિ જેહની સાવરણઈ કરી ગયા પ્રાય થઈ તિવારઈ બદામનઈ અનંતમઈ ભાગઈ વેચાણો નિગદ મળે. પુદ્ગલ જે ખલરૂપ દુર્જન તેહના સંગ થકી એ ચેતન દુઃખનું કામ થયું. મોહરૂપ મદિરા થકી ગતમાસ-ગતલાજ થયો. જીવ સમાન છઈ પણિ એક જ્ઞાની એક અજ્ઞાની ઈમ ભેદ પામ્ય...૧૮,