________________ [ 208-26 ] શ્રી હેમકવિ રચિત નમસ્કાર ફલા જિમ તિરથ પુરિ સેત્તરાય, આઊખું ધુરિ બ્રહ્મા આય; જિમ દેવહ ધરિ જિન અરિહંત, જિમ માનવમાંહિ રાજેદ્ર. જિમ ગિરુક જગિ ગ્રહગણનાહ, જિમ તાર ધુરિ રોહિણિ નાહક જિમ ગિરિમાંહે ગિઉ મેરુ, તિહાં નહીં માનવું ફેર (2). જીવદયા છઈ ધર્મઠ મૂલ, લહુઉ જિમ કહીઈ રવિસૂલ; વિનય અછઈ જિમ ગુણનું સાર, ગતમાંહે જિમ સંયમભાર. નીમ સીમ કહીઈ સંતોષ, ઉત્તમ ગતિ જે કહીઈ મેક્ષ, તપ ઊપહરું નહીં સનાન, અન સમું નહીં પવિં દાન. જિમ તરુઅરમાંહિ ધુરિ સુરસાલ, જિમ ઋતુમાંહે વર્ષાકાલ; જિમ દેવહ ધરિ અરિહંત જિમ રમણ સેહઈ નિજ કંતિ. જિમ પુહવિ છઈ કલ્યસિદ્ધાંત, તિમ મંત્રહ માંહિ એહ જિ મંત. એહ તણા ગુણ બેલિસ કવિ, પહિલું સમરી શારદ દેવિ. પહિલું સમરી સારદ માઈ જિમ બત્રીસી આવઈ ઠાઈ ચુપઈ બંધિ કહાવિસ કેવિ, નિસુણઉ ભવિ કન્ન ધરેવિ. પંચઈ તીરથ પંચઈ પદા, પંચ પદ સમરેવાં સદા; પંચઈ પદ તિહાં પંચઈ સમિતિ, તે સમરતાં નાઈ કુમતિ. પંચતણ ન કરઈ ખલ ખંચ, તિણિ જાએવા કઉ સવિ સંચ; પંચાનુત્તર તણું વિમાન, ઈણિ સમરિં તે લમ્બઈ ઠામ. 9 પંચે પર * કીધું જે પુણ્ય, તે તું ઈહ પંચે મૌનિક પંચમ ગતિ દાતાર સુજાણ, એહના ગુણ હિઅડઈ નર આણિ. 10 (પ્રતિ-પરિચય). આ ભાસ પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારની ડા. નં. 114, પ્રતિ નં. ૩૧૨૧માંથી મળી આવે છે. આના કર્તા હેમ કવિનું નામ 24 મી કડીમાં આવે છે, લગભગ 18 મા સૈકાની આ કૃતિ હોવાનું જણાય છે. આમાં નમસ્કાર, તેનાં પદો અને તેને ગણવાની રીત વિશે વર્ણન કર્યું છે.