SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ [ 207-25 ] શ્રી જ્ઞાનવિમલસૂરિરચિત નવકારભાસ પ્રથમ પદવર્ણન - (ઢાળ-નણદલની એ દેશી) વારી જાઉં હું અરિહંતની, જેહના ગુણ છે બાર-મોહન પ્રાતિહારિજ આઠ છે, મૂલ અતિશય છે ચાર-હન. વારી. 1 વૃક્ષ અશોક સુકુસુમની વૃષ્ટિ, દિવ્યધ્વનિ વાણિ મહિના ચામર સિંહાસન દુંદુભિ, ભામડલ છત્ર વખાણિ-મોહન. વારી. 2 પૂજા અતિશય છે. ભલે ત્રિભુવનજનને માન્ય-મોહન વચનાતિશય યોજના માનિ, સમજે ભવિ અસમાન-મોહન. વારી. 3 જ્ઞાનતિશયેઅનુત્તર સુરતણા, સંશય છેદણ હાર-મોહન કાલેક પ્રકાશતાં, કેવલી જ્ઞાનભંડાર-મોહન વારી૪ રાગાદિક આંતરરિપુ, તેહના કીધા અંત-મહેન, જિહાં વિચરે જગદીસરુ, તિહાં સાતે ઈતિ શમત-મોહન વારી. પણ 1. દેશી નણદલની. 2. હુ તા. રૂ. થઈ 4. છે . પ. સમઝઈ છે. અસામાન્ય છે, જ્ઞાનાતિશયે . 8. પ્રકૃશતા 9. કેવલજ્ઞાનભંડાર૧૦. રીપુ 11. સમંત (અંગ્રેજી અંક તે તે પ્રકારોને દર્શાવે છે.) (પ્રતિ પરિચય ) આ ભાસની હસ્તલિખિત બે પ્રતિ કલકત્તા, 96 કેનીગ સ્ટ્રીટ, જૈન મંદિરના જ્ઞાનભંડારની પ્રતિ નં. ૧૫૫ર અને પ્રતિ નં. ૯૮૬ની પતિઓ મળી હતી. તેમજ બીકાનેર, શ્રી અભય જેન ગ્રંથાલયના જ્ઞાનભંડારની પ્રતિ નં. 8228 પ્રતિ મળી હતી જેના જુદા જુદા પાઠાંતરો આપ્યાં છે. આ ત્રણે પ્રતિઓને સામે રાખીને એક આદર્શ પાઠ તૈયાર કરવામાં આવ્યું. તે પછી મુંબઈ, પાયધુની, શ્રી શાંતિનાથ જૈન મંદિરના જ્ઞાન ભંડારની પિથી નં. 118, પ્રતિ નં. 922 ત્રણ પાનાની પ્રતિ મળી તેના ઉપરથી પણ પાઠભેદ લેવામાં આવ્યા તે સંજ્ઞાથી સૂચવ્યા છે જ્યારે અભય જૈન ગ્રંથાલયની પ્રતિના પાઠો. એ સંજ્ઞાથી સૂયગ્યા છે, જે ટિપણુમાં નેધ્યા છે. તે આ ભાસનાં નવકારસ-ગુણવર્ણનસ્તતિ” અને “નવકારપદાધિકાર એના નામો પણ મળે છે. આ ભાસના કતાં પ્રસિદ્ધ આચાર્ય શ્રીજ્ઞાનવિમળસૂરિ છે. તેમણે ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ રચી છે. તે સિવાય સંસ્કૃતમાં કેટલીક ટીકાઓ, ગદ્ય-પદ્યાત્મક ચરિત્રગ્ર છે અને અનેક સ્તવનની રચના કરી છે. તેઓ સં 1994 થી સં. 1782 ના ગાળામાં વિદ્યમાન હતા. એટલે એ સમયની ભાષા તેમની કૃતિઓમાંથી જોવા મળે છે. પચે પરમેષ્ઠીઓના સ્વરૂપ ઉપર આ ભાસ સારો પ્રકાશ નાખે છે, 10. 11
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy