________________ [12-20] શ્રીચારિત્રસારકૃત પંચપરમેષ્ઠિવિનતી પહિલઉં પણમઉં શ્રીઅરિહંત, દુખતણા જિણિ કીધા અંત; દેષ અઢાર રહિત ગુણ ભલા, જે વંદઈ તસુ ચડતી કલા. ચઉમુખિ બઈટ ધરમ કહેંતિ, ભાવ જિણેસર તેય ભણુતિ; ધુરિ આદીસર અંતિમ વિર, નામ જિસેસર સાહસ ધીર. ઠવણ જિણા જિણ પડિમા કહી, જિહાં દેખઉં તિહાં વંદઉ સહી; પદમનાભ આદઈ જે હસઈ, દ્રવ્ય જિણ તે મુઝ મનિ વસઈ. કર જોડીનઈ કરઉં પ્રણામ, ચારિ જિણેસર સમરી નામ; જે જગબંધવ ત્રિભુવનનાથ, મુગતિહિ જાતાં એલઈ સાથ. હિપ હું પ્રણમઉ સિદ્ધ અનંત, આઠ કરમ જિણિ કીધા અંત; પંચાચાર ધુરંપર ધીર, અંતિમ જલનિધિ જેમ ગંભીર. આચારિજ સમરું સવાર, ભવસાયર ઉતારઈ પાર; ગુણ છત્તીસ કરી સંજુર, જિણસાસણ (જે] ઉત્તમ પત્ત. હિવ ઉવઝાય પાય પણ મેસુ, મનવંછિત સુખ સહી લહેસુ; સૂત્ર સમગ્રતણુ ભંડાર, ગુણમણિ રોહણગિરિ અવતાર. જગિ ચારિત્રીયા જે જે છઈ સાર, ન કરઈ ષડવિધ જીવા બાધ સત્તાવીસ ગુણે સંજીત્ત નિરમલ સીલ સદા સુપવિત્ત. (પ્રતિ–પરિચય) આ “પંચપરમેષ્ટિવિનતી ”ની હસ્તલિખિત એક પત્રની પ્રતિ પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારના ડે. નં. 204, પ્રતિ નં. 9103 માંથી મળી છે. તેને સંપાદિત કરી અહીં રજૂ કરી છે. આ “વિનતી ના કર્તા શ્રીચારિત્રસાર નામના મુનિ હોવાનું 11 મી કડીમાંથી જાણવા મળે છે. આ ચારિત્રસાર મુનિ ખરતરગચ્છીય શ્રી જયસાગર ઉપાધ્યાયના શિષ્ય રત્નચંદ્ર અને તેમના શિષ્ય ભક્તિલાભના શિષ્ય હતા. તેઓ અઢારમા સૈકામાં વિદ્યમાન હતા.