________________ [100-18] જિનપ્રભસૂરિશિષ્ય રચિત નવકાર મહામંત્ર નમસ્કાર સુખકારણુ ભવિયણ સમરે નિત નવકાર; જિનશાસન આગમ ચૌદ પૂરવને સાર. 1 દણ મંત્રની મહિમા કહેતાં, ન લહું પાર; સુરત જિમ ચિંતિત, વંછિત ફલ દાતાર. સુર દાનવ માનવ, સેવ કરે કર જોડિ; ભૂમંડલ વિચરે, તારે ભવિયણ કોડિ. 3 સુખ દે વિલસે અતિસય જાસ અનંત, પહિલે પદ નમીએ અરિગંજન “અરિહંત. 4 જે પન્નર લે સિદ્ધ થયા ભગવંત પંચમી ગતિ હિતા, અષ્ટ કરમ કરી અંત. 5 કલ અકલ સુરૂપી, પંચાતંતક દેહ “સિદ્ધ” પદ પ્રણમું, બીજે પદ વળી એહ. 6 ગ૭ભાર ધુરંધર, સુંદર સસીહર સમ કરે સારણ વાપણુ, ગુણ બત્તીસે તેમ. 7 શ્રુત જાણ સિરમણિ સાયર જિમ ગંભીર ત્રીજે પદ નમીએ “આચારજ” ગુણ ધીર. ધૃતધર આગમ સૂત્ર ભણાવે સાર; તપ વિધિસું જોવે, ભાખે અર્થ વિચાર. (પ્રતિ-પરિચય) આ “નવકાર મહામંત્ર નમસ્કાર'ની બે હસ્તલિખિત પ્રતિઓ મળી હતી. એક રોયલ એશિયાટિક સોસાયટી, કલકત્તા, પ્રતિ નં. 7697-14 C1, અને બીજી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી લીંબડીના ભંડારની હતી. એ બંને પ્રતિ ઉપરથી આ સ્તવનનો પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે. આ સ્તવનના કર્તા વિશે છેલી કડીમાં શ્રી જિનપ્રભસૂરિવરશિષ્ય એવો ઉલ્લેખ કરેલે મળે છે.