________________
૩૩ મનને મેલ દુર કર, તેથી તે નથી થવાનું મરનારનું હિત કે નથી થવાનું હાલ જીવતાનું હિત. પણ ગેરફાયદો અને અન્યાય તે પ્રગટજ છે. રૂદનાદિક કરનાર પિતાના વ્યવહારિક અને ધાર્મિક કર્તવ્યથી ચુકે છે. અને અન્ય પ્રેક્ષક-કૌતુકી જનેને પણ ચુકવે છે. કેટલીક વખત તે આવી ચેષ્ટાઓ કેવળ રૂઢીની ખાતરજ કરવામાં આવે છે. ગમે તેમ હોય પણ તેવા વ્યર્થ પરિશ્રમ અને કાળવ્યયથી પ્રગટ ગેરફાયદેજ છે. શિવાય રૂદનાદિક વિરૂદ્ધ ચેષ્ટાથી મરનારની ગતિ કદાપિ સુધરતી નથી, તેથી કેવળ અજ્ઞાનતા અને મેહની પ્રબળતાથી સ્વાર્થઅંધ બનીને અથવા અંધ ૫રંપરાથી ચાલતી આવેલી રૂઢીને અનુસરી આવી અનર્થકારી કરણી કરવામાં આવે છે એમ સ્પષ્ટ માલુમ પડે છે.
બીજુ જે મરનાર માણસ મંગળમય ધર્મનું આરાધન કરીને સદ્ગતિમાં સિધાવ્યું હોય તે તેવા મંગળમય સમયે સગા સંબંધીઓએ હર્ષને સ્થાને શેક કરે એ કેટલે બધા અનુચિત અને અન્યાય ભરેલ છે, તે આપોઆપ પોતાની સ્વાર્થઅંધતાને દૂર કરી મધ્યસ્થપણે શાંત ચિત્તથી વિચારી જોતાં સ્વભાવિક રીતે માલૂમ પડી આવશે.
३३ मननो मेल दूर कर. કામ કેધાદિક અથવા રાગદ્વેષાદિક અંતરવિકારને ઉપશમાવી અથવા ક્ષય કરી દેવાથી જ ચિત્તની શુદ્ધિ કરી કહેવાય છે.
જ્યાં સુધી મનને મેલ ધે નથી ત્યાં સુધી ગમે તે