________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે.
સારી થવું યુક્ત છે. અને અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણેને અખંડ અભ્યાસ કરીને ક્ષુદ્રતા, નિર્દયતા, શઠતા, અપ્રમાણિકતા, અનીતિ, અન્યાય, અસત્ય, અહંકાર, કૃતજ્ઞતા અને સ્વાર્થઅંધતા વિગેરે અનાર્ય દેને પ્રથમ જરૂર દેશવટો દે જોઈયે.
આ પ્રમાણે અનુક્રમે અધિકાર પામીને સત્ સમાગમની ટેવ પાડીને તેમાંથી વખતે વખત મધ્યસ્થ પણે સત્યને સમજી સત્ય ગ્રહણ કરવું જોઈયે. આ પ્રમાણે વધતી જતી સત્ય તત્વરૂચિથી અને તત્વજ્ઞાનથી સમ્યકત્વ અપરનામ સમકિત યા સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. આનું નામજ તત્વશ્રદ્ધા, તત્વ યા વિવેકખ્યાતિ કહેવાય છે,
તત્વ શ્રદ્ધારૂપી વિવેકદીપક ઘટમાં પ્રગટયા પછી અને નુક્રમે તત્ત્વાચરણ-સમાર્ગ સેવન કરવા માટે સતત પ્રયત્ન કર જોઇયે, અને તે દઢ અભ્યાસ કરીને સંગુરૂ સમીપે સ. મતિ મૂળ ઉકત અહિંસા, સત્ય, અસ્તેયાદિક તે યથાશક્તિ આદરવાં જોઈએ. તેમાં પણ પ્રથમ માંસ, મદિરા, શીકાર પરદારાગમન, વેશ્યાગમન, ચોરી, અને જુગારરૂપ સપ્ત વ્યસને તે ઉભયલક વિરૂદ્ધ જાણીને અવશ્ય પરીહરવાં જોઈએ. તેમજ મધ, માખણ, ભૂમિદ અને રાત્રિભેજન વિગેરે પણ વર્જવાં જોઈએ.
સુશ્રાવકે અનુક્રમે સદ્ગુરૂ સમીપે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળીને દ્વાદશ વ્રત સંબંધી દઢ નિયમ લેવો જોઈએ. આવા વ્રતધારી શ્રાવકેએ પ્રભુની પવિત્ર આજ્ઞાને અનુસરી એ તટસ્થ અને ન્યાયયુકત-નિષ્પક્ષપાત વ્યવહાર ચલાવ જોઈએ કે તે પ્રાયઃ સર્વ કેઈને પ્રીય થઈ પડ્યા વિના રહેજ નહિ. નિપુણ શ્રાવક ન્યાયને એ નમુને