________________
શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ જે.
થઈ શકતા નથી. પણ અન્યથા તે ગાઢમેહથી આત્મા મલીન થયા વિના રહેતું જ નથી. વિરક્ત પુરૂષ છતી વસ્તુઓ અનાસક્ત રહે
છે, અને મૂહાત્મા તે તેમાં સદાકાળ આસકતજ રહે છે. શુદ્ધ વિરાગ્યનીજ ખરી બલિહારી છે, ખરા વૈરાગ્યથી ચકવતને સ્વરાજ્ય તજવું લગારે મુશ્કેલ નથી. પણ મેહગ્રસ્ત ભીખારીને તે એક રામપાત્ર (શરૂ) તજવું પણ ભારે કઠણ થઈ પડે છે. શુદ્ધ વિરાગ્યવંત નિષ્કલંક ચારિત્રને પાળી સર્વ દુઃખને શ. માવી અંતે અક્ષય સુખને વરે છે.
२२ गुणीजनोनो संग कर, નિર્ગુણી એવા ખલ યા દુર્જનેને સંગ ત્યજીને હે ભવ્ય તું તારૂં સ્વહિત સાધવાને સદ્દગુણી-સજજનેને સદા સમાગમ કર.
સદગુણની સોબતથી નિર્ગુણ પણ ગુણવંત થાય છે અને નીચ એવા નિર્ગુણીની સેબતથી સગુણી પણ નિર્ગુણ થઈ જાય છે. જુઓ ! મલયાગિરિના સંગથી સામાન્ય વૃક્ષો પણ ચંદનતાને અને મેરૂગિરિના સંગથી તૃણ પણ સુવર્ણતાને ભજે છે. તેમજ લીમડાના સંગથી આંબા અને કેળાના સંગથી કણકને વાક વિનાશ પામે છે.
સાધુ પુરૂષ સદુપદેશવડે સામાના અજ્ઞાન અંધકારને નાશ કરી તેને સત્ય વસ્તુનું ભાન કરાવે છે, જેથી તેને મહ બ્રમ દૂર નાસે છે.
ગુણીજને નિણજને પણ સદ્ગણી કરવા ઈચ્છે છે, ગુણીમાંથી ગુણ ગ્રહણ કરે છે, સદ્ભૂત ગુણનું ગાન કરે છે