________________
- ૨૧ વૈરાગ્ય ભાવ ધારણ કર,
પુરૂષે પણ પૂર્ણ વિરાગ્યથી આ પગલિક સુખને ત્યાગ કરીને સહજ આનંદને સાક્ષાત્ અનુભવવાને શ્રી વીતરાગ દેશિત ચારિત્ર ધર્મને સ્વીકાર કરીને તેને સિંહની પેરે પાળવા પ્રવૃત્ત થાય છે.
દુઃખગભિત, મેહગભિત, અને જ્ઞાનગભિત એમ વૈરાગ્ય ત્રણ પ્રકાર છે. એ ત્રણે પ્રકારમાં જ્ઞાનગભિત વૈરાગ્ય જ શિરેમણિ છે. - જેમ હંસ ક્ષીર નીરને સ્વચંચથી જૂદાં પાત્ર ક્ષીરમાત્રનું ગ્રહણ કરી લે છે. તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત-વિવેકાત્મા શુદ્ધ ચારિત્રના બળથી અનાદિ કર્મમળને દૂર કરી શુદ્ધ આત્મતત્વ (સહજાનંદ સુખ) ને સાક્ષાત્ પામે છે.
રાગદ્વેષાદિક દુષ્ટ દેને દૂર કરવાથી જ શુદ્ધ વૈરાગ્ય પ્રગટે છે, અને ઉત વિરાગ્યના દઢ અભ્યાસથી રાગદ્વેષાદિક વિકારે સમૂળગા નાસે છે, ત્યારે જ આત્માની સહજ વીતરાગ (પરમાત્મ) દશા સાક્ષાત્ પ્રાપ્ત થાય છે.
આવા વીતરાગ પરમાત્માનાં વચન સર્વથા પ્રમાણ કરવા રોગ્ય જ હોય છે. આ દુઃખમય અસાર સંસાર મધ્યે શ્રી વીતરાગ દેશિત ધર્મનું સેવન કરી લેવું, એજ સારભુત છે, છતાં પણ પ્રમાદવશવર્તી જને સત્ય-સર્વજ્ઞ દેશિત ધર્મનું યથાર્થ સેવન કરી શકતાજ નથી, જેથી પૂર્વ પદયે પ્રાપ્ત થયેલી આ અમૂલ્ય તકને ગમાવી તે બાપડાઓને પાછળથી બહુ શોચવું પડે છે.
- સમતાસાગર પુરુષના સદુપદેશનું વિધિવત્ શ્રવણ મનન કરવાથી ભવ્ય અને પૂર્વેક્ત ઉત્તમ વૈરાગ્યને અપૂર્વ લાભ મળે છે.
વિરક્ત ભાવે રહેતાં વિશાળ રાજ્યાદિક ભેગો પણ બાધક ભૂત