________________
શ્રી જૈહિતાપદેશ ભાગ ૨ જો,
અનુમાઢવાના સાવધાનપણે ત્યાગ કરવાથીજ અહિ‘સાવ્રતનુ· પૂર્ણ રીતે પાલન થાય છે.
જે જેવા મં કે ઉત્કૃષ્ટ પરિણામથી પરને પરિતાપ કરે છે તે તેના તેવાજ અલ્પ કે અધિક વિપાક ભાગવે છે; તથા કાઇ રીતે કોઇને પણ પીડા ઉપજે એવુ' મનથી, વચનથી, કે કાયાથી, કરવુ, કરાવવું કે અનુમાનવું નહિ. કેમકે જેવુ ખીજ વાવીયે તેવુ જ ફળ પામીયે. વળી આપણને દુઃખમાત્ર અનિષ્ટ છતાં જો આપણે અન્યને આપણા તુચ્છ વાર્થની ખાતર જાણી જોઇને અસમાધિ ઉપજાવિયે તો પછી તેના બદલા તરીકે આ પણને પણ અસમાધિજ પેદા થાય તેમાં આશ્ચર્ય શું? તથા ઉત્તમ રસ્તા એજ છે કે સાળુ કે નરસા અનુકુળ કે પ્રતિકુળ સંજોગોમાં સહનશીળપણું ધારણ કરીને કોઈ જીવને કઇપણ અસમાધિ નહિ કરતાં અની શકે તેટલી સમાધિ કરવા પ્રયત્નશીલ થાવુ. માવા કઠીણુ પણ સીધે રસ્તે ચાલનાર સત્પુરૂષને કદાપિ કંઈપણ કષ્ટ પ્રાપ્ત થવાનુ નથી, એટલુંજ નહિ પણ તે સત્પુરૂષ પાતાના સદાચરણથી શ્રેષ્ઠ સુખનાજ અધિકારી થવાના.
શરીર સબંધી અનેક પ્રકારના વ્યાધિ, નિર્ધનતા, પરતત્રતા, અને વૈર, વિગ્રહ વિગેરે સર્વ હિ‘સાનાં મૂળ સમજીને સુબુદ્ધિજનાએ અહિસાનાજ આદર કરવા.
આરોગ્ય, સૈાભાગ્ય, સ્વામિત્વ, અને સમાધિ પ્રમુખ અહિં - સાનાં ફળ સમજીને શાણા માણસોએ અહિં‘સાવ્રતનાજ અત્યત આદર કરવા યુક્ત છે.