________________
આ તપ કરવામાં યથાશક્તિ પ્રયત્ન કર, ર૭. રાજ્યના સુખનું તે કહેવું જ શું? તેવાં સુખ તે પ્રાસંગિક હેવાથી સહજે સંપજે છે.
અનશન, ઊદરી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતારૂપ બાહ્યતપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસ્સગ્ગ (સમાધિ) રૂપ અત્યંતર તપને. જે વિવેકથી સેવે છે તે મહાશયની સકળ મને રથમાળા ફળીભૂત થાય છે.
બાહ્યતાપથી જેમ અત્યંતરતપની પુષ્ટિ થાય તેમ લક્ષ્ય. રાખવાની ખાસ જરૂર છે. વળી જેમ ધર્મસાધનમાં વધારે સાવધાનપણું રહે, કષાયની મંદતા થાય અને પરિણામની શુદ્ધિ થાય તેમ લક્ષ્ય રાખીને તપ કર. સમતાપૂર્વક તપ કરવાથી નિકાચિત કર્મના પણ બંધ તૂટી જાય છે. વિવેકયુક્ત તપ સંય.. મથી ગમે તેવાં અઘોર પાપને પણ ક્ષય થાય છે. - જે કરતાં દુસ્થાન થાય અથવા આગળ ઉપર ધર્મસાધન અટકી પડે એવાં અજ્ઞાન તપ ઘણું કરવા કરતાં વિવેકયુકત. સ્વ૫ તપથી વિશેષ હિત થઈ શકે છે. જે સ્વાધીનપણે ત૫ સંયમથી દેહનું દમન કરે છે તેને કદાપિ પરતંત્રતા સંબંધી દુખ સહન કરવું પડતું નથી. પણ શરીર-મમતાથી જે કંઈ પણ તપ જપ સંયમ સેવતા નથી તેમને પરાધીનપણે બહુજ શચવું પડે છે. અંતે પણ તપ જપ સંયમ વિના સકળ દુઃખને. અંત નથી તે પછી શા માટે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને. લાભ લેવા ચુકવું જોઈએ? પુણ્ય સામગ્રીને પામીને તેને સદુપગ નહિ કરનારને તેવી સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી જ મુશ્કેલ છે. માટે જેમ બને તેમ તેને સદુપયોગ કરજ યુક્ત છે.