________________
શ્રી જૈનહિતેશ ભાગ ૨ જે, જે સદ્દગુરૂ સ્વયં ભવસમુદ્ર તરી શકે છે તેજ અન્ય જીને પણ તારી શકે છે. જે તેિજ ભવસાગરમાં ડૂબે છે તે પરને શી રીતે તારી શકશે? એમ વિચારીને સંદેષ–સારી ગુરૂને ત્યાગ કરે.
સદ્ગુરુ સેવક સુબુદ્ધિ પુરૂષ સ્વર્ગ અને મેક્ષ સંબંધી સુખને પામે છે. પણ કુગુરૂ કામી દુર્બુદ્ધિ તે નરક અને તિર્યંચ ગતિને જ પ્રાપ્ત થાય છે. - જે નિગ્રંથ ગુરૂને તને કુગુરૂની સેવા કરે છે તે ઘરના આંગણે ઉગેલા કલ૫વૃક્ષને છેદીને ધંતૂરાને વાવવા જેવું જ કરે છે.
માતાપિતા અને સર્વ કુટુંબાદિક, દુર્ગતિમાં પડતા જીવને. ઉદ્ધાર કરવા અસમર્થ છે. પણ એક સદ્ગુરૂ, પવિત્ર ધર્મની સહાયથી અનેક ભવ્ય જીને આ ભવસાગરથી તારવાને સમર્થ થઈ શકે છે.
જેને સ્વપર સંબંધી સમ્યગ વિચાર વર્તે છે, જે સંસારના પારને પામેલા છે, વળી નિરૂપમ ગુણે કરીને યુક્ત, જ્ઞાન વિજ્ઞાનમાં દક્ષ, જીતેન્દ્રિય, ભવ્ય જીવને તારવા પિત સમાન, અને સકળ દેષરહિત એવા સદ્ગુરૂની હે ભવ્ય ! તમે ભાવથી ભક્તિ કરે.
१२ तप करवामां यथाशक्ति प्रयत्न कर.
જે સુબુદ્ધિ તપનું સ્વરૂપ સમજીને કેવળ આત્મકલ્યાણ માટે તેનું સેવન કરે છે તેને અનુક્રમે સર્વ કર્મને અંત થતાં મુકિતકમળા પણ વરે છે તે પછી સ્વર્ગ સંબંધી સુખ અને