________________
વૈરાગ્યસાર અને ઉપદેશ હસ્ય,
૧૫.
(૧૭૭) જે મન વૈરાગ્યના રંગથી રંગાયલું ન હોય તે દાન, શીલ, અને તપ કેવળ કષ્ટરૂપજ થાય છે. વૈરાગ્ય યુકત કરેલી સર્વ ધર્મકરણ કલ્યાણકારી થાય છે. માટે જેમ બને તેમ વૈરાગ્ય ભાવની વૃદ્ધિ કરવી યુકત છે. તે વિના અલુણા. ધાન્યની પરે ધર્મકરણીમાં લહેજત આવતી નથી, વૈરાગ્ય ગે. તેમાં ભારે મીઠાશ આવે છે.
(૧૭૭) અભિનવ આધ્યાત્મિક શાસ્ત્ર વાંચવાથી સહેજે - રાગ્યની વૃદ્ધિ થાય છે.
(૧૭) મૈત્રી, મુદિતા, કરૂણા અને મધ્યસ્થ એવી ચાર ભાવનાઓનું સંયમના કામીએ અવશ્ય સેવન કરવું જોઈએ.
(૧૮૦) જગતના સર્વ જંતુઓ આપણા મિત્ર છે, કઈ પણ આપણું શત્રુ નથી, તે સર્વ સુખી થાઓ, કેઈ દુઃખી ન થા, સર્વે સુખના માર્ગે ચાલે એવી મતિને મૈત્રીભાવના કહે છે.
(૧૮૧) સદ્ગુણીના સદ્દગુણો જોઈને ચિત્તમાં રાજી થવું. જેમ ચંદ્રને દેખીને ચકોર રાજી થાય છે, અથવા મેઘને ગ. જીરવ સાંભળીને મેર રાજી થાય છે, તેમ ગુણુને દેખી પ્રમુદિત થવું, અંતઃકરણમાં આનંદની ઉમીઓ ઉઠે તેનું નામ મુદિતા ભાવના કહેવાય છે.
(૧૮૨) કઈ પણ દુઃખીને દેખી દયદ્ગિ દીલથી શક્તિ અનુસારે તેને સહાય કરવી તેમજ ધર્મ કાર્યમાં સીદાતા સાધમી ભાઈને ૨૫ આલંબન આપવું તેનું નામ કરૂણા ભાવના કહેવાય છે..
(૧૮૩) જેને કઈ પણ પ્રકારે હિતોપદેશ અસર કરી