________________
૧૨૮
શ્રી જેને હિપદેશ ભાગ ૩ જ.
દના વશથી છવ કંઈ પણ આત્મ સાધન કરી શકતા નથી, તેથી જ તેને સંસાર ચક્રમાં પુનઃ પુનઃ ભમવું પડે છે. તે
(૩૮) જેણે સંસાર સંબંધી સર્વ દુઃખનાં મૂળ કારણ ભૂત ફોધ, માન, માયા, અને લેભરૂપી ચારે કષાયને હઠાવવા પ્રયત્ન કર્યો નથી, તે બાપડાએ હાથમાં આવેલું મનુષ્ય જન્મરૂપી કલ્પવૃક્ષનું અમૃત ફળ ચાખ્યું જ નથી.
' (૩૯) બાલ્યવય કીડા માત્રમાં, વનવય વિષયભેગમાં અને વૃદ્ધ અવસ્થા વિવિધ વ્યાધિના દુઃખમાં હારી જનારને સુતના અભાવે પરલોકમાં કંઈ પણ સુખ સાધન મળી શકતું નથી.
(૪૦) જે દ્રવ્યના લેભથી જીવ અનેક આકરાં જોખમમાં ઉતરે છે તે દ્રવ્યનું અસ્થિરપણું વિચારીને સતેષવૃત્તિ ધારવી ઉચિત છે. - (૪૧) આ મન મર્કટ મેહ મદિરાના મદથી મત્ત બન્યું છતું, અનેક પ્રકારની કુચેષ્ટા કરવા તત્પર રહે છે, સત સમાગમ રૂપી અમૃત સિંચન વિના મનનું ઠેકાણું પડવું મહા મુશ્કેલ છે સધથી કેળવાઈને લાંબા અભ્યાસે તે પાંસરૂ થાય છે. '
(૪૨) નિર્મળ શીલવ્રતધારી શ્રાવકને, પરસ્ત્રીથી અને ઉ. ત્તમ ચારિત્રધારી સાધુજનને સર્વ સ્ત્રીથી નિરંતર ચેતતા રહેવાની ખાસ જરૂર છે. પ્રમાદથી ઘણા પતિત થઈને પાયમાલ થઈ ગયા છે. | (૪૩) જે વિષયભાગમાં નિત્ય જતું મને રોકવામાં આ
વ્યું નહિં તે; ભસ્મ ચોળવાથી ધુમ્રપાન કરવાથી, વ ત્યાગથી, તેમજ અનેક બીજા કષ્ટ સહન કરવાથી કે જપમાળા ફેરવવાથી શું વળવાનું હતું?