________________
૧૦૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
प्रसन्नस्या प्रमत्तस्य, चिदानंद सुधालिहः ॥ ७॥ साम्राज्यम प्रतिद्वंद्र, मंतरेव वितन्वतः ॥ ध्यानिनो नोपमा लोके, सदेव मनुजेऽपिहि ॥ ८॥
છે રસ્થાર્થ છે ૧. ધ્યાતા, ધ્યેય, અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પામ્યા છે એવા એકાગ્ર ચિત્તવાળા મુનિને કંઈ પણ દુઃખ નથી. જેટલી એ બાબતમાં ખામી છે તેટલું જ દુખ શેષ છે એમ સમજવું અને જેમ તે ખામી જલદી દુર થઈ જાય તેમ સાવવાનપણે તેને ખપ કરવો.
૨. બાહ્યદષ્ટિપણું તજીને અંતર દૃષ્ટિથી આત્મનિરીક્ષણ કરનારે અંતર-આત્મા ધ્યાતા-ધ્યાન કરવાને અધિકારી છે. સમસ્ત દોષને દલી નિર્મલ સ્ફટિક જેવું શુદ્ધ સ્વરૂપ જેમને સંપૂર્ણ પ્રગટયું છે, એવા પરમાત્મા, થેય-ધ્યાનગોચર કરવા ગ્ય છે. આવા ધ્યેયમાં એકતાનું સંલગ્ર ભાન તે ધ્યાન અને એ ત્રણે ની અભેદતા થવી તે એકતા અથવા લય કહેવાય છે. એવી એકતામાં હું ધ્યાતા છું અને પ્રભુજી ધ્યેય છે, એવું ભાન પણ હેતું નથી, એટલે હું પ્રભુના ધ્યાનમાં લીન થયે છું, એ પણ ભેદભાવ રહેતો નથી. તેમાં તે કેવલ એકાકાર વૃત્તિ જ બની રહે છે.
૩. જેમ ચંદ્રકાન્ત વિગેરે મણિમાં સામી વસ્તુનું પ્રતિબિંબ પી રહે છે તેમ (ધ્યાનવડે) અંતરમલને ક્ષય થયે