________________
ઇક્રિયાનું દમન કર, હીન સંઘયણ છતાં જે એક વર્ષની દીક્ષા બરાબર પાળવી તે ઉત્કૃષ્ટ સંઘયણની સહસ્ત્ર વર્ષની દીક્ષા બરાબર સમજવી ચુકત છે. એમ વિચારી તપ, જપ, જ્ઞાન, ધ્યાન વિગેરે સદનુછાનમાં સદા સાવધાનપણે વર્તવામાંજ વપરહિત સમાયેલું જાણવું.
ચારિત્રથી ચલાયમાન થઈ ભ્રષ્ટ થયેલે જીવ જીવતે છત મૂઆ બરોબર છે. અને ચારિત્ર સંયુકત આત્મા મૂઆ છતાં ઉભય લકમાં અમર થઈ રહે છે. ઉક્ત હેતુથી ચારિત્ર ગુણની પુષ્ટિ માટે શાસ્ત્રકાર ભાર મુકીને ઉપદેશ છે કે
સકલ મદરહિત, દેવમાન્ય, સર્વ તીર્થનાએ સાદર સેવવાયેગ્ય મહા ગુણસાગર પંડિતોએ સેવિત, મુક્તિ સુખનું અવંધ્ય બીજ, નિર્મળ ગુણનિધાન, સર્વ કલ્યાણનું મૂળ કારણ, અને સકળ વિકારરહિત એવું નિર્મળ ચારિત્ર હે ભવ્ય ! તમે ભાવથી ભજે, જેથી અક્ષય અનંત સુખને તમે સહજે વરે.”
७ इंद्रियोनुं दमन कर. નાયક એવા મને પ્રેરેલા ઇંદ્રિય-ચોરેએ ધમ ધનનું હરણ કરીને બાપડા લોકોને આકુળવ્યાકુળ કરી મૂક્યા છે. તેથી તેને મને વશ કરવાનું ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અન્યથા તે સર્વને વશ કરી જીવની ભારે દુર્દશા કરશે.
- જેમ ઇંધનથી અગ્નિ તૃપ્ત થતું નથી અને ગમે તેટલી નદીચોથી પણ દરીયે પૂરા નથી તેમ વિષયસુખથી કદાપિ પણ ઈક્રિયે તૃપ્ત થવાની નથી. એમ મધ્યસ્થપણે વિચાર કરી વિવેકથી સંતેષવૃત્તિ ધારવી એગ્ય છે.