________________
૧૮ શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ જે. નિકદક અને મનરૂપ મન્મત્ત હાથીને ગર્વ ગાળવાને કેસરી સિંહ સમાન, સર્વજ્ઞ ભાષિત સમ્યગ જ્ઞાનનું તમે જરૂર યથાશકિત આરાધન કરે. તેનું વિરાધન તે તમે કદાપિકરશે નહિ.
६ सदाचारनु सेवन कर. આચારની શુદ્ધિ કરવી, સદાચરણનું સેવન કરવું એજ સમ્યગ જ્ઞાન-દર્શનનું ફળ છે. સમ્યગ જ્ઞાન-દર્શન છતાં સદાચાર (સમ્યફ ચારિત્ર ગુણ) પ્રાપ્ત થયે નહિ તે વાંઝીયા વૃક્ષની પેરે તે જ્ઞાન-દર્શનને અધ્યાત્મી પુરૂષે નકામાં કહે છે, એમ સમજી જેમ બને તેમ સદૂત્રને સેવવા આત્માર્થી જનેએ અહેનિશ ઉજમાળ રહેવું જ એગ્ય છે. દશ દષ્ટાંતથી દુર્લભ - નુષ્યદેહ પામ્યાનું ખરૂં ફળ એજ છે.
શુદ્ધ ચારિત્રયુક્ત એક દિવસનું પણ જીવિત લેખે છે, પરંતુ ચારિત્રહીન કેટી વર્ષનું પણ જીવન નકામું છે. શુભકરણ વિનાના દિવસ માત્ર વાંઝીયા લેખવાના છે.
સંઘયણ-શરીરબળ હીણું છતાં જે ચારિત્રને સમ્યગ આચરે છે તે ઉત્કૃષ્ટ શરીરબળની અપેક્ષાએ સહસ્ત્રગણું ફળ પામે છે. સંઘયણનું બાનું કાઢીને ચારિત્ર ગુણમાં શિથિલ ઘવાને બદલે ઉલટે અધિક પ્રયત્ન કરે યુક્ત છે. છતાં શિથિલતાને ભજનાર પ્રગટ સ્વપરનાં અહિતનાજ ભાગી થાય છે.
ચાવિત સ્વાદાને સેવતે જે જે વસ્તુને ઈચ્છે છે તેને તે તત્કાળ આવી મળે છે એ સમ્યગ ચારિત્રને મહિમા પ્રગટ છતાં તેમાં કાણું પ્રમાદી થશે ?