________________
પરિગ્નહાષ્ટકમ્
૮૭
વિધ વિડ'બના કરનાર પરિગ્રહ એવા તે આકરા ગ્રહ છે કે તે સુલ રાશિથી બદલાતા નથી તેમજ વક્રતા યજતા નથી.
૨. પરિગ્રહરુપી પિશાચથી પરાભવ પામેલા લિ‘ગધારી સાએ પણ પોતાની (સાધુ) પ્રકૃતિને તજી જેમ તેમ લવતા ફરે છે, અનેક ઉન્માદ કરે છે, વેષ વિગેાવા કરે છે અને અંતે અધેાગતિમાં જાય છે એ સર્વ પરિગ્રહનાજ પ્રભાવ સમજવા.
૩. ધનધાન્યાક્રિક એ ખાહ્ય પરિગ્રહ છે અને વેદોદયથી થતી વિષય-અભિલાષા, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુ ગછા, મિથ્યાત્વ અને કષાય એ અભ્યતર પરિગ્રહ છે. તે મને પરિગ્રહને તૃણની જેમ તજીને જે જગતથી ઉદાસી (ન્યારા) છે, તેના ચરણ કમળને જગત્ માત્ર પુજે છે. પણ જે તે પરિગ્રહમાં મુંઝાઇ પરસ્પૃહા કરે છે તેતે જગત માત્રના દાસજ છે. મુર્છા-મમતાનેજ જ્ઞાની પુરુષા પરિગ્રહ કહે છે.
૪. જેમ સર્પ કાંચલી ઉતારી નાંખવાથી નિર્વિષ થઈ જતા નથી તેમ ખાદ્ય પરિગ્રહના ત્યાગ માત્રથી ખરું સાધુપણું પ્રાપ્ત થતું નથી. કેમકે વિવેક વિના ધન વિગેરે તજવા માત્રથી કાંઈ વિષય અભિલાષાદિક અંતર વિષ ટલી શકતું નથી.. માટે મુમુક્ષુજનાએ તે વિષય અભિલાષાદિક અતર વિષ વારવા પ્રથમ ખપી થવુ જોઈએ. જ્યાં સુધી વિષયવાસના જાગૃત છે, જ્યાં સુધી હાસ્યાદિક દોષાનુ મુત્કલની જેમ સેવન કરાય છે,. જ્યાં સુધી તત્વ દ્રષ્ટિ થવા યત્ન કરાતા નથી અને જ્યાં સુધી ક્રોધ, માન, માયા અને લાભની સેવા કર્યા કરાય છે, ત્યાં સુધી સા ધુપણું છેટુંજ સમજવુ. અ’તર વિષ ટલતાંજ સાધુપણુ· સપજેછે.