________________
હ૦ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ - विभोत नैव संग्राम, शीर्षस्थ इव नागराद् ॥ ४॥ मयूरी ज्ञान दृष्टिश्चेत्, प्रसर्पति मनोवने ॥ वेष्टनं भयसर्पाणां, न तदानंदचंदने ॥५॥ कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः॥ क्क भीस्तस्य क वा भंगः, कर्म संगरकेलिषु ॥६॥ तुलवल्लघवोमूढा, भ्रमन्त्यभ्रेभयानिलैः ॥ नैकं रोमापि तै ज्ञान, गरिष्ठानां तु कंपते ॥७॥ चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयं ॥ अखंडज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयं ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. જેને કેઈની કંઈપણ પરવા નથી એવા એક સરખા ઉદાસીન સ્વભાવવાળા મહાપુરૂષને ભય બ્રાંતિજન્ય કષ્ટ પરંપરા હોયજ કેમ? મધ્યસ્થષ્ટિ મહાપુરૂષ સદા નિર્ભય-ભયભ્રાંતિથી મુક્તજ રહે છે.
૨. ભારે ભયથી ભરેલા સંસારસુખથી શું ? તેથી સરું. ભય ભરેલું સુખ તે દુઃખરૂપજ છે. સર્વથા ભય રહિત સહજ આત્મિક સુખ જ સુખરૂપ ગણવા ચોગ્ય છે. આધિ વ્યાધિ અને ઉપાધિજન્ય દુઃખથી ભરેલા સંસારમાં સુખ માત્ર નામનું જ છે. જન્મમરણથી મુક્ત કરે એવું સ્વાભાવિક જ્ઞાનસુખજ સાચું છે.