________________
૫૮
શ્રી જન હિતોપદેશ ભાગ ૩ જો. ૨. મધ્યસ્થનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી મૈને અનુસરીને ચાલે છે. અર્થાત્ મધ્યસ્થ માણસને આપમતિની ખેંચાખેંચ હતી નથી. પરંતુ તુચ્છ આગ્રહનું મનરૂપી માંકડું તે યુક્તિ યુક્ત વાતનું પણ ખંડનજ કરવા તત્પર થઈ જાય છે. તે કેવલ આ પમતિ મુજબ વાતને ખેંચી જાય છે. તેથી સાચી વાતને પણ બેટી પાડવા પ્રયત્ન કરવા તે ચુકતું નથી, મધ્યસ્થ મન તે સત્યને જ સત્ય તરીકે સ્વીકારે છે.
૩. સ્વઈષ્ટ અર્થ સાધવામાં કુશલ અને અન્ય અર્થમાં ઉદાસીન એવા સર્વ નમાં જે સમભાવે રહે છે, લગારે હઠ તાણ કરતાજ નથી તે મહામુનિને મધ્યસ્થ જાણવા. મધ્યસ્થ મુનિ સર્વ નય વચનેને સાપેક્ષપણે વિચારી સ્વહિત સાધવામાં તત્પર રહે છે.
૪. સર્વ કેઈ પોતપોતાના કમાનુસારે ચેષ્ટા કરે છે અને તે મુજબ ફલ ભેગવે છે તેમાં મધ્યસ્થ રાગ કે રોષ કરતે જ નથી, સર્વત્ર સાક્ષી ભાવે વર્તતાં સ્વહિત સુખે સાધી શકાય છે. માટે સર્વે અનુકુલ યા પ્રતિકૂલ સંગમાં રાગ દ્વેષ ત્યજીને સર્વદા સમભાવે રહેવા સાવધાન થવું યુકત છે.
૫. જ્યાં સુધી પિતાનું મન પારકા ગુણદોષ જેવા દોરાઈ જતું હોય ત્યાં સુધી મધ્યસ્થ માણસે તેને આત્મભાવમાં જે દેવું ગ્યા છે. જ્યાં સુધી મન સ્વગુણમાં સ્થિર ન થાય અથવા આત્મ અવગુણ એળખી તેને દૂર કરવા તત્પર ન થાય ત્યાં સુધી પવિત્ર જ્ઞાન ધ્યાનના અભ્યાસથી સમતાની વૃદ્ધિ કરવી.
૬. જેમ નદીઓના રસ્તા જુદા જુદા છતા તે સર્વે સમુદ્રને જઈ મલે છે, તેમ જુદાં જુદાં સાધને છતાં મધ્યસ્થજને આ