________________
૪૨
અને જાણ
થતા
વાળને વાર
શ્રી જનહિતોપદેશ ભાગ ૩ જો, ભાવમાં જતા ઉપગને વારવા માટે હોય છે. સાધ્ય દષ્ટિવાળાની સકલ ક્રિયા સાપેક્ષ–સહેતુક જ હોય છે, તેથી આત્માનંદી પુરુષ જે જે ક્રિયા કરે છે તેને હેતુ પુદ્ગલમાં જતી દષ્ટિને રોકવા અને સ્વભાવરમણ થવા માટે જ હોય છે. જ્યાં સુધી સંપૂર્ણ સ્વભાવરમણ ન થાય ત્યાં સુધી તે સંપૂર્ણ અધિકાર પામવા અને બાધકભૂત વિભાવ ઉપગને વારવા સ્વાનુકુલ કિયા કરવાની ખાસ જરૂર પડે છે.
પ. તપ અને જ્ઞાન વિગેરે મદ કરનારે ગમે તેવી આ કરી કષ્ટકરણી કરતે હોય તે પણ કર્મથી લેપાય છે. અને નિર્મલ ભાવથી જેનું અંતઃકરણ ભરેલું હોય તે કદાચ તેવી આ કરી કરણી કરી શકતું ન હોય તે પણ કમાંથી પાસે નથી. એમ સમજીને શાણા માણસોએ કર્તૃત્વ અભિમાન તજવું યુકત છે. કેઈ પણ જાતને મદ કરવાથી પ્રાણુ પતિતપણું પામે છે. અને મદ તજી નિમેદ થઈ નમ્રપણે સ્વકર્તવ્ય સમજી જે સત્ કિયા કરે છે તે સ્વ ઉન્નતિને સુખે સાધે છે.
૬, નિશ્ચય તવદષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત છે અને વ્યવહાર દષ્ટિથી જોતાં તેજ આત્માકર્મથી લિપ્ત દેખાય છે. તદષ્ટિ પુરૂષ અલિપ્ત દશાથી આત્માની શુદ્ધિ કરે છે, અને કિયાવાન વ્યવહારદષ્ટિ પુરૂષ સ્વાનુકુલ ઉચિત આચરણથી શુદ્ધ થાય છે. બંનેનું સાધ્ય એકજ હેવાથી સ્વ સ્વ અનુકૂ સાધન વડે ઉભય સિદ્ધિ સંપાદન કરી શકે છે. સાધ્ય વિ. કેલ કોઈ પણ પ્રાણી સ્વાનુકુલ સાધન વિના સિદ્ધિ સાધી શકતા નથી.
૭ નિશ્ચય અને વ્યવહારદષ્ટિનું સાથેજ પ્રગટન વિકાસ થવાથી જ્ઞાન અને કિયા એ ઉભયને સમાવેશ થઈ જાય છે,