________________
નિપાકમ
છે ક્યાર્થ ૧. સંસારમાં વસતા અને સ્વાર્થ સાધવામાંજ તત્પર એવા સર્વ કોઈ પ્રાણી કર્મથી લેવાય છે. અથવા કાજલની કોટડીમાં રહેતાં કણ કે રહી જ શકે? ફક્ત જ્ઞાન સિદ્ધ પુરુષજ નિનર્લેપ રહી શકે છે. તત્ત્વજ્ઞાની અને વિવેકી મહાત્મા માત્ર કેર રહી કમ અંજનથી મુક્ત થઈ શકે છે. એવા સત્પરુષને સંસારના કોઈપણ પદાર્થમાં આસકિત હોતી નથી, અને અંતર આસક્તિ વિના રાગદ્વેષાદિકના અભાવે કર્મ બંધ પણ થઈ શકતું નથી
૨. હું પરભાવને કરું નહિ, કરાવું નહિં તેમજ અનુમહું નહિં, વિભાવમાં રમવાને મારે ધર્મજ નથી. મને સ્વભાવમાં જ રહેવું યુદ્ધ છે. આ પ્રમાણે અંતરમાં સમજનાર આત્મજ્ઞાની કર્મ અંજનથી કેમ લેપાય? જે વિભાવથી વિરમીને કેવલ સ્વભાવરમણ થાય છે, તે જ ખરે આત્મજ્ઞાની છે અને તેવા આત્મજ્ઞાનીજ સકલ કર્મકલંકથી સર્વથા મુક્ત થઈ અંતે પરમપદને પ્રાપ્ત થાય છે.
૩. ફકત પુદ્ગલજ પુદ્ગલથી લેપાય છે. પણ ચેતન પુદ, ગલથી પાસે નથી. જેમ આકાશ અંજનથી લેપાતું જ નથી તેમ આત્મા પણ કર્મ અંજનથી લેપાતો નથી. એવા સમ્યગ વિચાર પૂર્વક વિવેક સેવનારો સસ્પષ કદાપિ કિલષ્ટ કર્મને ભાગી થતજ નથી. પરંતુ જે અનાદિ અવિદ્યા ગે મેહને વશ થઈ જડવત બની પુદ્ગલમાંજ આનંદ માની બેસે છે તે પુદ્ગલાનંદી તે મોહમાયાના પાશમાં પડી જરુર કિલષ્ટ કર્મ બંધનનેજભાગી થાય છે.
૪. નિર્લેપ દષ્ટિ એવા સપુરુષની સકલ સાપેક્ષ ક્રિયા વિ