________________
ત્યષ્ટકમ,
૩૦ ૬. પુદ્ગલિક સુખના આશી વડે અગ્રાહ્ય તથા અવાય એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ રહેલી છે તે વિષયરસના આશીજને જાણું પણ શકતા નથી. પુદ્ગલિક સુખના રસીયા તે વિવિધ વિષય રસમાં જ સાર સુખ સમજી નિત્ય રચ્યા પચ્યાજ રહે છે. સિદ્ધ પરમાત્મદશામાં કેવું અને કેટલું સુખ રહેલું છે, તેને તેમને સ્વ'નમાં પણ ખ્યાલ નથી.
૭. સત્ય સતેષ રહિત-અસંતેષીને પુદ્ગલે વડે વિવિધ વિષયમય વિષનાજ ઉગાર આવે છે. અને સત્યજ્ઞાન–સંતોષીને તે ઉત્તમ એવા ધ્યાનામૃતનાજ ઉગારની પરંપરા આવે છે. જીવ જે આહાર કરે છે તે જ તેને ઓડકાર આવે છે. નિરંતર પુદ્ગલિક સુખમાંજ રચ્યા પચ્યા રહેનારાને વિષયવાસનાનીજ પ્રબળતાથી તેનાજ ઝેરી ઉદ્ગાર આવે છે, અને તવ જ્ઞાનમાંજ તૃપ્તિ માની મગ્ન રહેનારા મહા પુરુષને તે નિર્મળ ધ્યાનામૃતનાજ ઉત્તમ ઓડકાર આવ્યા કરે છે. એમ નિર્ધારીને સર્વ પ્રકારની વિષય આશા તજીને તત્વજ્ઞાનમાં જ પ્રીતિ જગાવવી, જેથી શુદ્ધ ચિતન્યની જાગૃતિથી અનુપમ દયાનામૃતની વૃષ્ટિ થશે અને અનાદિ અવિવેકજન્ય વિષમતાપની ઉપશાંતિથી સ. હજ શીતલતા છવાય જશે. પરંતુ યાદ રાખવું કે આ સર્વ વિવિધ વિષયપાસ છેદવાથી બની શકશે.
૮. વિષય સુખથી તૃપ્તિ નહિ પામેલા-અસંતુષ્ટ એવા ઈદ્ર ઉપેદ્રાદિક પણ તત્ત્વતઃ સુખી નથી. કિંતુ તવજ્ઞાનથી તૃપ્ત કર્મકલંક મુક્ત એવા એક મુનિજ લેકમાં સુખીયા છે. વિ. ષયતૃષ્ણને તોડીને સહજ સંતોષ ધારવામાંજ ખરું સુખ સમાયેલું છે.