________________
સ્થિરતા–અષ્ટક તને સર્વ સમૃદ્ધિ તારા ઘટમાંજ દેખાશે. થિરતા વિના અનત ગુણનિધાન સ્વસમીપે છતાં દેખી શકાતું નથી.
૨. જેમ ખટાશથી દૂધ ફાટી જઈ વિનાશ પામે છે, તેમ અસ્થિરતા ગે થતા અનેક સંકલ્પ વિકલ્પથી જ્ઞાન ગુણ ક્ષોભ પામી વિનાશ પામે છે. અને સ્થિરતા ગે જ્ઞાન ગુણની વૃદ્ધિ થાય છે એમ સમજીને તું સ્થિર થા.
૩. ચિત્ત અસ્થિર છતે કરવામાં આવતી અનેક પ્રકારની કિયા કલ્યાણકારી થતી નથી. જેમ વ્યભિચારિણી સ્ત્રી ચતુરાઈ ભરેલાં વચન બોલે છે અને ઘુમટો તાણીને ચાલે છે છતાં અવળી ચાલથી તેવી ચેષ્ટા તેણીને હિતકારી નથી. તેમ ચપલ ચિત્તવાળાની પણ વિવિધ ક્રિયા આશ્રયી જાણવું. પતિવ્રતા સ્ત્રીની પવિત્ર આશયવાળી ક્રિયાની પેરે સ્થિરતાવંતની સર્વ ઉચિત કિયા લેખે પડે છે.
૪. જ્યાં સુધી અસ્થિરતારૂપી અંતરનું ભારે શલ્ય ઉદ્ધર્યું નથી ત્યાં સુધી ગમે તેવી ઉત્તમ ક્રિયા પણ યથેષ્ટ ફલ આપી શકશે નહીં. જેમ શરીરની શુદ્ધિ કર્યા બાદ લીધેલું ઔષધ તત્કાલ ગુણ કરી શકે છે, તેમ અસ્થિરતાવાળાના અનુષ્ઠાન આશ્રયી પણ સમજવું.
૫. જેમને મન વચન અને કાયાવડે સંપૂર્ણ સ્થિરતા વ્યાપી ગઈ છે તેવા ગી પુરૂષને ગામમાં કે વનમાં દિવસમાં કે રાત્રિમાં સમભાવ વર્તે છે. જેમને સગે સ્થિરતા થઈ છે તેવા મહાપુરૂષને સર્વત્ર સમપરિણમજ વર્તે છે. ખરું કલ્યાણ પણ તેમનું જ થાય છે.