________________
૧૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
૬. જે ઘટમાં એક સ્થિરતા પ્રગટે તે અનેક પ્રકારના મલીન સંકલ્પ વિકલ્પ સ્વતઃ ઉપશમે. કેમકે મલીન સંકલ્પ વિક અસ્થિર મનમાં જ પ્રભવે છે. જેમ દેદીપ્યમાન રત્નને દીપક મેહેલમાં પ્રગટ હોય, તે ધુમાડાવડે મંદિરને શ્યામ કરી નાંખે એવા કૃત્રિમ દીવા કરવાનું પ્રજનજ ન રહે, તેમ જે મનમંદિરમાં એક સ્થિરતાનુણ પ્રગટ થાય છે તેમાં અને ન્યથા ઉઠતા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ સ્વયં ઉપશમ પામે અને આત્માની સહજ જ્ઞાનતિ સ્થાયીપણે પ્રસરે જેથી સર્વ ભાવને હસ્તામલકની પેરે દેખી શકાય.
૭. હે વત્સ! જે તું સ્થિરતાને ત્યાગ કરીને અસ્થિરતાની ઉદીરણા કરીશ તે તારી ઘણી મહેનતથી વાધેલી સમાધિ ડે. લાઈ જશે. જેમ પ્રબલ પવનના ગે મેઘઘટા વિખરાઈ જાય છે તેમ સંકલ્પ વિકલ્પ કરવાથી પૂર્વે મહા પરિશ્રમથી પેદા કરેલી સમાધિને લેપ થઈ જશે. માટે જેમ બને તેમ સર્વ સં. કલ્પ વિકલ્પને સમાવિને થિરતા ગે સમાધિસુખમાંજ મને ન રહેવું ઉચિત છે. અસ્થિરતા કરવાથી તે પ્રાપ્ત થયેલી સમાધિને પણ નાશ થઈ જાય છે.
૮. આત્મગુણમાં જ સ્થિરતા કરવી તેનું નામ ભાવ ચારિત્ર છે. એવું નિશ્ચય ચારિત્ર તે સિદ્ધ ભગવાનમાં પણ વર્તે છે. એટલે કે સિદ્ધ ભગવાને પણ સ્થિરતા-ચારિત્રને સંપૂર્ણ સ્વીકાર કરે છે. એમ સમજીને સ્થિરતાગુણને પ્રગટ કરવા માટે સર્વ મુનિએ અવશ્ય ઉદ્યમ કર યુક્ત છે. સ્થિરતાગુણ વિનાનું ચારિત્ર પણ નિષ્ફલપ્રાયજ છે.