________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે.
इह परभव शत्रु, दुःख दानैक दक्षं ॥ त्यंज मुनिवर निन्द्यं पाप बीजं समस्तम् ॥१८॥
१ शिष्ट सेवित सन्मार्ग- सेवन कर.
જે નિત્ય વકર્તવ્ય સમજીને સન્માર્ગનું સેવન કરે છે તે ઈને પણ માન્ય થાય છે, અને સકલ લક્ષમી તેને સ્વયં આવી મળે છે. પુન્યશાળીને પગલે પગલે નિધાન છે. ૯
સન્માર્ગગામી ધર્મ છવને કલ્પવૃક્ષ સેવક થઈને રહે છે, ચિંતામણિરત્ન તેનું ચિંતિત કાર્ય સાધી આપે છે, અને કામધેનું તેના સકલ મરથ પૂરે છે. ૧૦ - ધર્મ સેવનવડે પ્રાણીઓને પુત્ર પિત્રાદિક પ્રાપ્ત થાય છે તેમજ રાજ્યના અલંકારભૂત એવાં ઘર વાહન વિગેરે વસ્તુઓ પણ સહજે મળે છે. ૧૧ - ધર્મે કરીને યુક્ત એવા જીવનું બે ઘડી જેટલું પણ છ
વતર લેખે છે, અને ધર્મહીન જીવનું તે કેટ કેટી કલ્પ - સુધીનું પણ જીવન નકામું છે. ૧૨
તે માટે હે ભવ્ય ! યમ-મહાવ્રતાદિ અને દમ-ઈદ્રિયદમન આદિથી યુક્ત, સર્વ કલ્યાણનું મૂળ કારણ, સદ્ગતિ ગમનનું હેતુ ભવ સમુદ્રથી પાર પમાડવાનો પ્રવાહ તુલ્ય અને ભવાન્તરમાં સાર શંબલરૂપ એવા રાષભાદિક તીર્થનાએ પ્રગટ કરેલા ધર્મનું તું સર્વવિકાર રહિતપણે સેવન કર. ૧૩