________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૪૩ અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય રૂ૫ સહજ અનંત ચતુષ્ટયી પ્રગટે છે. તેથી આત્મા સર્વજ્ઞ, સર્વદશ, સં. પૂર્ણ સુખી અને સર્વ શકિતવંત થાય છે.
ચારિત્ર –વ્યવહાર ધર્મ ક્યાં સુધી કહી શકાય છે તે સમજાવે ?
સુમતિ-જ્યાં સુધી પૂર્વે કહેલા પાંચે પ્રમાદના પરિહાર વડે સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રની સહાયથી રાગ, દ્વેષ અને મહાદિ દુષ્ટ દેને સર્વથા ક્ષય થાય નહિ ત્યાં સુધી તેમને સંપૂર્ણ ક્ષય કરવા માટે કાળજી પૂર્વક જે જે ધર્મ કરણી કરવામાં આવે તે તે સર્વ વ્યવહાર કરણીમાંજ લેખાય છે. પરંતુ એટલે વિશેષ (તફાવત) છે કે જેમ જેમ આત્મા પૂર્વોક્ત દો.
ને ક્ષય કરવાને વિશેષ સન્મુખ થતું જાય છે તેમ તેમ સહજ સન્મુખ ભાવે સેવન કરવામાં આવતે તે વ્યવહાર શુદ્ધ, શુદ્ધતર, અને શુદ્ધતમ કહેવાય છે.
ચારિત્ર-પૂર્વોક્ત નિશ્ચય અને વ્યવહાર ધર્મનું કઈક વ ધારે સ્કુટ થાય તેમ સમજાવે ?
સુમતિ-અનાદિ કર્મ સવેગથી પ્રભવતા રાગ દ્વેષાદિકને પૂત અહિંસા સંયમ અને તપ રૂ૫ ધમની સહાયથી દૂર કરીને આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણેને પ્રગટ કરી તેમનું રક્ષણ કરવું. પૂર્વોકત પ્રમાદ વેગે તેમનું વિરાધન થવા ન દેવું તેજ નિશ્ચય ધર્મ છે. સત્તાગત રહેલા આત્માના સ્વભાવિક ગુ
ને ઢાંકી દેનારા આવરણે ને હઠાવવાને અનુકુળ જે જે સદા ચરણ સેવવું પડે તે તે સર્વ વ્યવહાર ધર્મ કહેવાય છે. આથી ફુટ સમજાશે કે વ્યવહાર માર્ગનું વિવેકથી સેવન કરવું એ નિશ્ચય ધર્મ સિદ્ધ કરવાનું અવંધ્ય (અમેઘ) સાધન છે. એ