________________
સુભાષિત રત્નાવલી સુખ પ્રવેશ
सुभाषित रत्नावली मुख प्रवेश. સંસાર સમુદ્રથી તારણહાર શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરી સ્વપરના હિતને માટે હું સુભાષિત રત્નાવળીની વ્યાખ્યા કરૂં છું ૧ - ભદ્ર! તું ધર્મ આચરણ કર, જ્ઞાનીએ નિંદેલાં મહાપાપને ત્યાગ કર, સુખદાયી સમકતનું સેવન કર, મહા દુઃખદાયી મિથ્યાત્વને ત્યાગ કર, ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કર, વ્રતનું સેવન કર અને પાંચે ઈદ્રિયોનું દમન કર, સ્ત્રીના સંગને પણ ત્યાગ કર, તેમજ સદોષ કામ સેવાને સર્વદા ત્યાગ કર. ૨
સ્ત્રી સંબંધી સુંદર દેહનું અતુલ રૂપ દેખીને ભોભદ્ર! તું મનમાં નિર્દોષ વિચાર કર. શ્રી તીર્થંકર દેવનાં ચરણકમળની સેવા કર, સદ્ગુરૂની સદા ભક્તિ કર. અને પ્રકારના શુદ્ધ તપનું સેવન કર. અને જીભને વશ કર, તેમજ હે ભાઈ ! રાગ દ્વેષ. સહિત સર્વ કષાયને તું (કાળજીથી) ત્યાગ કર. ૩ ' હે ભદ્ર! તું સર્વે માં દયા ભાવ રાખ્ય, સત્ય વાણી વર, પરધન અને અબ્રહ્મ સેવાને સર્વથા ત્યાગ કર, તેમજ દુગંતિદાયક પરિગ્રહ મૂછને ત્યજ. ૪
સર્વદા શ્રેષ્ઠ વૈરાગ્યને ભજ; મુક્તિદાયક નિગ્રંથ મુનિને સંગ કર, અને દુર્જનેને સંગ ત્યજી દે, હે મિત્ર! તું વીતરાગ દેવની ભાવથી ભક્તિ કર. ૫
વળી પાત્રાપાત્રને વિવેક રાખીને તું દાન દે, જિન ચૈત્ય કરાવ, રૂડી ભાવના ભાવ્ય, રાત્રિભેજનને ત્યાગ કર, તેમજ હે મિત્ર, તું સંસારિક મેહને ત્યજી દે, કેવળ ભેગના સાધનરૂપ