________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૪૧
યોગ્ય છે. અભ્યાસ કરતાં કરતાં અધિકાર વધતે જાય છે. તેથી ગમે તેવું કઠિન કાર્ય પણ સુલભ થઈ
પડે છે, અને આત્માને અનંત લાભ પ્રાપ્ત થઈ શકે છે. ચારિત્ર –પ્રાણપ્રિયે! આ તારી અમૃત વાણીનું મેં અત્યંત રૂચીથી પાન કર્યું છે. તેથી મને પણ આવા અનુપમ ધર્મની પ્રાપ્તિદ્વારા અંતે અક્ષય સુખની પ્રાપ્તિ થશેજ એમ આ મારૂં અંતઃકરણ સાક્ષી ભરે છે.
સુમતિ-પ્રાણપ્રિય! આ આપની પ્રઢ વાણી ખરેખર શુભ અર્થ–સૂચક છે. તે સશે સફળતાને પામે! અને આપ અપૂર્વ પુરૂષાગે મારી સ્વામિની શિવ-સુંદરીના શીઘ્ર અધિકારી થાઓ ! એવી અંતરથી દુવા દઉં છું.
ચારિત્ર-સુમતિ! હું સાચેસાચું કહું છું કે ધર્મનું આવું અપૂર્વ સ્વરૂપ સમજી, તેનું ગંભીર મહાતમ્ય મનમાં ભાવી, હવે હું શુદ્ધ ધર્મ સેવન દ્વારા સ્વનામ સાર્થક કરવાને મારાથી બનતું સાહસ ખેડવા બાકી રાખીશ નહિ. તારી સમયેચિત કિંમતી સહાયથી હું મારી ધારણમાં અવશ્ય ફતે. હિમંદ નવીશ. - સુમતિ–તથાસ્તુ ! કિંતુ આપને પવિત્ર હેતુ સંપૂર્ણ સિદ્ધ કરવાને સબળ સહાયભૂત પૂર્વેક્ત ધર્મનું નિશ્ચય અને વ્યવહા. રથી સ્વરૂપ કંઈક બારીકીથી સમજી લેવાની આપને જરૂર છે.
ચારિત્ર વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મને મુખ્ય શો તફાવત છે અને તેથી શે ઉપકાર થઈ શકે છે? - સુમતિ-વ્યવહાર ધર્મ સાધન છે, અને નિશ્ચય ધર્મ સાધય છે. શુદ્ધ-નિશ્ચય ધમાં સાક્ષાત્ કામ કરવાને વ્યવહાર ધર્મ