________________
સુમતિ-અને ચારિત્રરાજનો સુખદાયક સંવાદ, ૧૩૮સંબંધી પિતાના મનમાં પણ પૂર્ણ પશ્ચાતાપ કરી, ફરી તે અપરાધ બીજી વાર થઈ ન જાય તેવી પુરતી સંભાળ રાખવી જોઈએ. સદ્દગુણી અથવા અધિક ગુણીજને સાથે ભક્તિ, બહમાનાદિ ઉચિત આચરણ કરવું તે વિનય કહેવાય છે. ગુણ સ્તુતિ, અવગુણની ઉપેક્ષા, અને આશાતનાને ત્યાગ કર એ સર્વ વિનયનાજ અંગભૂત છે. વિનય, અનેક દુધર શત્રુઓને પણ નમાવે છે. વળી જિન, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ મભાઈ, અને ચિત્ય (જિનમુદ્રા યા જિનમંદિર) વિગેરે પુજ્ય વર્ગ ઉપર પૂર્ણ પ્રેમ રાખ એ વિન
યનું પ્રબળ અંગ છે. ૩ બાળ, ગ્લાન, વૃદધ, તારવી, સંઘ, સાધમને બનતી
સહાય આપવી, તેમની અવસરે અવસરે સંભાળ લેવી, નિઃસ્વાર્થપણે તેમની સેવા બજાવવી તે વૈયાવચ્ચે કહેવાય છે. અભિનવ શાસ્ત્રની વાચના, તેમાં પડેલા સંદેહના સમાધાન માટે ગુરુને પૃચ્છના, ભણેલું વિસ્મૃત થઈ. ન જાય માટે તેની પરાવર્તના–પુનરાવૃત્તિ કરવી, તેમાં સમાયેલા ગંભીર અર્થનું ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. અને નિશ્ચિત-સંદેહ વિનાની ધર્મકથાવડે અન્ય આ.. ભાથીજનેને એગ્ય અવલંબન દેવારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી આત્માને અત્યંત ઉપકાર થતું હોવાથી જ્ઞાની પુરૂષએ તેને અત્યંતર તપરૂપ લે છે.