________________
૧૩૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ એ.
ખુશીથી સહન કરવું એવું વિચારીને કે “દેહે દુખ મહા ફલમ દેહને દમવામાં બહુ ફળ છે. સમજીને સહનશીળતા રાખવામાં આવશે તે આગળ ઉપર તે બહુ લાભકારી થાશે. સ્વેચ્છાએ સુખલંપટ થવાથી પિતાના બંને ભવ બગડે છે, સંસીનતા–આસનને જય કરવા અંગે પાંગ સંકેચીને સ્થિર આસને બેસવું. આ પ્રમાણે સમજીને પૂત બાહ્ય તપનું સેવન કરનાર અત્યંતર તપની
પુષ્ટિ કરે છે. ચારિત્ર –એ બાહ્ય તપ શરીરની આરોગ્યતા માટે પણ બહુ ઉપયોગી લાગે છે. ઉકત તપ વિવિધ વ્યાધિઓને સંહાર કરવાને કાળ જેવું લાગે છે. એ ઉપરાંત તેનું વિધિવત્ સેવન કરવાથી જે અત્યંતર તપની વૃદ્ધિ થાય છે તેનું કંઈક સ્વરૂપ મને સમજાવે.
સુમતિ–પ્રાયશ્ચિત્ત, વિનય, વિયાવૃત્ય, (વૈયાવચ્ચ) સ્વાધ્યાય, યાન અને કાર્યોત્સર્ગ (કાઉસ્સગ્ગ ) એવા અત્યંતર તપના ૬ ભેદ છે. અંતર આત્માને અત્યંત ઉપકારી હોવાથી તે અત્યંતર તપના નામથી ઓળખાય છે. તેમનું કંઈક સ્વરૂપ આપની તેવી જિજ્ઞાસાથી કહું છું તે આ૫ ખાસ ધ્યાનમાં રાખી લેશે.
૧ જાણતાં કે અજાણતાં જે અપરાધ થયે હોય તે ગુએ રૂમહારાજને નિવેદી નિઃશલ્ય થયા બાદ ગુરુ મહારાજ
તેનું નિવારણ કરવા જે શિક્ષા આપે તે બરાબર પા. ળવી તેનું નામ પ્રાયશ્ચિત સમજવું. થયેલા અપરાધ