________________
૪૩ ધર્મરૂપી સંબલ બને તેટલું સાથે લઈ લે, ૯૯ કરીને પિતાની ગુણ સંપત્તિને પ્રગટ બતાવનાર વિવેક બીજે સૂર્ય અને ત્રીજું લેચન છે. એમ સમજીને શાણા જનેએ એર ઉપાધિને તજીને એક વિવેકને જ અભ્યાસ કરે ઉચિત છે. વિવેકથી સર્વ ગુણની સહજે પ્રાપ્તિ થશે, પણ પ્રથમ અવિવે. કના કારણે સદંતર દૂર કરવાં જોઈયે.
४३ धर्मरुपी संबल बने तेटलुं साथे लइ ले.
જીવને ભવાંતર જતાં કેઇ પણ પરમાર્થથી સહાયભૂત હોય તે તે કેવળ ધર્મ જ છે. અને તેથી દરેક કલ્યાણ-અથી. એ તે અવશ્ય આરાધવા ગ્ય જ છે. ઉક્ત ધર્મ સાક્ષાત્ કરવાથી, કરાવવાથી કે અનમેદવાથી આરાધી શકાય છે, પરંતુ શક્તિ છતાં તેની ઉપેક્ષા કરવાથી અથવા ગમે તેવાં કલિપત કારણે વડે તેની મર્યાદા ઉલ્લંઘવાથી વિરાધના થાય છે.
જેમ દૂર ગામાંતર જતાં દેહના નિર્વાહ માટે પ્રથમથી જ ભાતાની સગવડ કરી રાખવામાં આવે છે તેમ ભવાંતર જતાં જીવે જરૂર ધર્મ સંબલ પ્રથમથી જ તિયાર કરી રાખવું જોઈએ. ધર્મ સંબલ વિના જીવને ભવાંતરમાં ભારે વિપત્તિ સહન કરવી પડે છે. અને ધર્મ સંબલ વડે સુખે સમાધિયે સર્વ સંપત્તિ સાધી શકાય છે.
આ ભયંકર ભવાટવીમાં શુદ્ધાશય યુક્ત કરેલ ધર્મ એક 'ઉત્તમત્તમ ભોમિયા તરીકે ભારે ઉપયોગી થાય છે. યાવત્ તે ક્ષેમકુશળ મિક્ષ નગરે પહોંચાડી દે છે.
અહિંસા (સ્વછંદપણે કેઈના પ્રાણ નહિ લેવારૂપ દયા ),