________________
૧૦૦ - શ્રી જૈન હિપદેશ ભાગ ૨ જે. સત્ય (હિત મિત અને પ્રિય ભાષણ), અસ્તેય (અનીતિથી કેઈનું કંઈપણ હરણ નહિ કરવા રૂપ પ્રમાણિક્તા), બ્રહ્મચર્ય (વિષય વ્યાવૃત્તિરૂપ સદાચાર), અને અસંગતા મૂરછારહિતપણું, સહજ સંતોષ, ( નિસ્પૃહતા) વિગેરે સદ્ગતનું સારી રીતે સેવન કરવાથી સદ્ગતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. એમ સર્વ શાસ્ત્રકારે એક અવાજે કહે છે. આ સિવાય “અહિંસા પરમ ધર્મ એ મુદ્રાલેખ ખાસ લક્ષમાં રાખીને, માંસ, મદિરા, મધ, માખણ, મૂલક-મૂળાદિક ભૂમિકંદ રિંગણ વિંગણે આદિક કામદીપક અને બહુબીજ ફળ તથા રાત્રિભોજન વિગેરે અનેક અભક્ષ્ય વસ્તુઓનું પણ શાસ્ત્રકારોએ વર્જન કરવા ભાસ દઈને કહ્યું છે. આ પ્રમાણે અહિંસાદિક મહા વ્રતને પુષ્ટિકારી જે જે નિયમાવળી શાસ્ત્રકારોએ ધમની વૃદ્ધિ માટે બતાવી છે, તે તે લક્ષમાં લઈને દરેક ધર્માવલંબી સજજનેએ તેને યથા. શક્તિ અમલ કરે ખાસ અગત્યનું છે. કેમકે યથાશક્તિ યતીય શુભે-સ્વપર હિતકારી શુભ કાર્યમાં છતી શકિત નહિ ગોપવતાં યથાશક્તિ યત્ન કરે એ આપણી ફરજજ છે.
४४ मनुष्यभव फरी फरी मळवो मुश्केल छे,
एम समजी शीघ्र स्वहित साधी ले.
મનુષ્યભવની દુર્લભતા એટલા માટે સ્વીકારવામાં આવી છે કે તે વીના કેઈ પણ બીજી ગતિમાં સમ્યગૂ જ્ઞાન-કિયાનું અથવા સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી રત્નત્રયીનું યથાર્થ