________________
૯૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે, છે. આનું નામજ પુણય, અને આનું નામ તે પાપ, આનું નામ તે આશ્રવ અને આનું નામ સંવર, આવા પરિણામથી કર્મને બંધ થાય છે, અને આવા પરિણામથી નિર્જરા અથવા કર્મક્ષય મોક્ષ થાય છે. આવી રીતે આત્મહિત સંબંધી કંઈક બારીકતાથી અવલોકન કરતાં વિવેકદીપક પ્રગટે છે. જે અનાદિ અજ્ઞાન અંધકારને નાશ કરી નાંખે છે અને ઘટમાં સમાધિકારક જ્ઞાન પ્રકાશને વિસ્તારે છે.
અંતર રાગ, દ્વેષ, અને મહાદિક મહા વિકારને લક્ષમાં રાખીને જેમ નિવિકારતા પ્રાપ્ત થાય તેમ મધ્યસ્થ પણે વિચાર પૂર્વક વર્તવાથી અને સમતાભાવિત સત પુરૂષના સતત સમાગમથી અનાદિ અવિવેકને પણ અંત આવે છે અને હિતાહિતનું યથાર્થ ભાન કરાવનાર વિવેકનો ઉદય થાય છે. જેને વિવેકની ખેવના નથી તેને તે પ્રાપ્ત પણ થતું નથી.
સદ્વિવેક જાગવાથી જીવને સત્ય વસ્તુનું યથાર્થ ભાન થતાં બેટી અસત્ય વસ્તુ ઉપરથી સહેજે અભાવ અરૂચિ પેદા થાય છે અને તેમ થવાથી સાચી વસ્તુ ઉપર જોઈએ તેવી રૂચિ, પ્રીતિ અને શ્રદ્ધા જાગવાથી તેને સચેટ સ્વીકાર થઈ શકે છે, અભ્યાસ અભ્યાસને વધારેજ છે તેથી વિવેકનંત આગળ ઉપર ગુણમાં સારે વધી શકે છે. વિવેકશન્યને એ સંભવ જ નથી. માટે પ્રથમ રાગદ્વેષાદિક અંતરવિકારને હઠાવી મધ્યસ્થતાદિક ગુણને અભ્યાસ કરીને આત્માર્થીઓને વિવેક જગાવવાની જરૂર છે, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ યથાર્થ કહ્યું છે કે રવિ દુજે તીજે નયન, અંતર ભાવિ પ્રકાશ કરે સબ પરિહરી, એક વિવેક અભ્યાસ. અંતરમાં પ્રકાશ