________________
જ્ઞાન પ્રદીપ.
થાય છે. અજ્ઞાની જીની પ્રવૃત્તિને હેતુ ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ સિવાય બીજું કાંઈ પણ હેતો નથી.
સુખ તથા આનંદ દેખીતાં તે સરખાં લાગે છે, બંનેમાં કાંઈ પણ ફેરફાર જણાતું નથી, પણ તાવિક દષ્ટિથી તપાસીએ તે બંને વસ્તુઓ જુદી છે. સુખ જેને કહેવામાં આવે છે તે સાતવેદનીય નામના કર્મથી થાય છે ત્યારે આનંદ રતિ મેહનીય નામના કર્મથી થાય છે. જ્યાં સાતા હોય છે ત્યાં આનંદ હોય છે, પણ જ્યાં આનંદ હોય છે ત્યાં સાતા હોય છે પણ ખરી, અને નથી પણ હતી. - એક માણસ ઘણા જ રેગથી પીડિત હોય તેની શાંતિના માટે તેના આગળ ફેનેગ્રાફ વગાડવામાં આવે અથવા હારમનિયમ વગાડી ગાયન ગાવામાં આવે તે તેને કાંઈક આનંદ તે આવે છે, પણ સુખ હેતું નથી. તેવી જ રીતે કેઈમાણસને કઈ પ્રકારની આધિવ્યાધિ ન હોય અને આનંદના માટે ફેનેગ્રાફ કે એવી બીજી કોઈ પણ આનંદ આપનારી વસ્તુને ઉપયોગ કરે તે તેને સાતા તથા આનંદ બન્ને હોય છે. જેની આર્થિક સ્થિતિ તથા શારીરિક સ્થિતિ બંને સારાં હોય તો તેને સુખ તથા આનંદ બંને હોય છે. આ પ્રમાણે સુખ તથા આનંદના માટે જીવે સંસારમાં રહેલા ચૈતન્ય તથા જડ પદાર્થો, ઉપર સ્નેહભાવ તથા પ્રેમભાવ રાખે છે, અને જે વસ્તુઓથી સુખ. તથા આનંદની પ્રાપ્તિ ન થતી હોય તેવા પદાર્થો ઉપર ઉદાસભાવે-ઉપેક્ષાભાવે રહે છે. તેવી વસ્તુઓ ઉપર તેમને પ્રેમભાવ કે અપ્રેમભાવ હેતે નથી, તેથી કરી તેઓ કાંઈ વીતરાગ કે સમભાવી કહેવાતા નથી.