________________
સ્વાર્થમય સંસાર.
પીળું કે કાળું વસ્ત્ર દેખાય છે તે રંગના વિકારે છે પણ વસ્ત્રના નથી. વસ્ત્ર તે ધેલું જ છે. આ પ્રમાણે રાગ વસ્તુસ્વરૂપ બગાડનાર-વિકૃત કરનાર હોવા છતાં તેને સાર-પ્રશસ્ત પણ માનવામાં આવે છે. એક રાગ એવા પ્રકાર છે કે જે વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવામાં સહાયક છે, અને એક રાગ એ છે કે જે આત્માના સ્વરૂપને બગાડવામાં મદદ કરે છે. આ બંને પ્રકારના રાગોની ઉત્પત્તિ તે મેહથી જ થાય છે. મેહ કનિષ્ટમાં કનિષ્ટ વસ્તુ છે, પણ તેનાથી ઉત્પન્ન થયેલા રોગોમાં તફાવત છે. ઉત્પત્તિ સ્થળ એક જ પ્રકારનું હોવા છતાં ઉત્પન્ન થએલી વસ્તુઓમાં તફાવત થઈ શકે છે. મનુષ્યની ઉત્પત્તિ એક જ પ્રકારના સ્થળથી થયેલી હોય છે છતાં, એક મનુષ્ય ઉત્તમ કહેવાય છે ને એક અધમ કહેવાય છે. આ તફાવત સગા ભાઈઓમાં પણ જોવામાં આવે છે. જે રાગને પ્રશસ્ત–સાર કહેવામાં આવે છે તે આત્મવિકાસને લક્ષમાં રાખી આત્મવિકાસી મહાપુરુષોના પ્રતિ કરવામાં આવે છે. અથવા પુન્યબંધ માટે જગતના જીનું હિત કરવા, તેમને સુખી કરવા કરાય છે. આ પ્રશસ્ત રાગ પણ સ્વાર્થ માટે જ છે, માટે તે સ્વાર્થ છે. મેહથી જે કાંઈ આત્મામાં વિકૃતિ થઈને પ્રવૃત્તિ થાય છે તે સઘળાં ય સ્વાર્થના અંગ છે.
અપ્રશસ્ત રાગ જડને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે. જે રાગથી આત્માનું સ્વરૂપ વધારે મેલું થતું હોય તે રાગને અપ્રશસ્ત રાગ કહેવામાં આવે છે. સંસારમાં અપ્રશસ્ત રાગવાળા ઘણું જ હોય છે, અર્થાત્ ક્ષુદ્ર-તુચ્છ સ્વાર્થ સાધવાવાળા ઘણું હોય છે. આ તુચ્છ સ્વાર્થ પણ ઘણા પ્રકાર હોય છે. તેનું મૂળ જોઈએ તે આનંદ તથા સુખ છે. કેટલાક તુચ્છ સ્વાર્થને સુખમાં સમાવેશ થાય છે તે કેટલાકને આનંદમાં સમાવેશ