________________
સ્વાર્થમય સંસાર.
: ૭૧ ઃ
સંસારમાં કોઈને કેઈની સૌંદર્યતા જ જોઈ આનંદ મેળવવાને સ્વાર્થ હોય છે, તે કઈને કઈનાં મધુર કંઠથી ગાયેલાં ગીતે જ સાંભળવામાં આનંદ આવે છે અને ગીત ગાનારને તથા સુંદર આકૃતિવાળાને ચહાય છે, કોઈને કોઈના દેહની સુંદરતા ગમવાથી તેમાં વિષયાસક્ત થઈને તેને ચહાય છે, તે કઈ કઈને જોવા માત્રથી જ આનંદ મળતો હોવાથી તે તેને ચહાય છે. તાત્પર્ય કે અનેક પ્રકારના સુખ તથા આનંદના સ્વાર્થ માટે એક મનુષ્ય બીજા મનુષ્યની ચાહના રાખી સ્નેહભાવ દેખાડે છે.
જેવી રીતે મનુષ્યો સ્વાર્થના માટે પરસ્પર ચાહના રાખે છે તેવી જ રીતે સ્વાર્થના માટે મનુષ્યો પશુ-પક્ષી ઉપર પણ ચાહના રાખતા નજરે પડે છે. મનુષ્ય, ગાય-ભેંસ પાળે છે, તેની સેવાચાકરી કરે છે તે કાંઈ નિઃસ્વાર્થપણે કરતા નથી; પણ દૂધ, દહીં, ઘી આદિ વસ્તુઓની પ્રાપ્તિરૂપ સ્વાથના માટે કરે છે. બળદ, ઘોડા, હાથી વિગેરે પાળે છે, તે પણ ખેતી તથા સ્વારી વિગેરેના કામ માટે પાળે છે. પક્ષીમાં પોપટ વિગેરેને પાળે છે, તે પિતાના આનંદને માટે પાળે છે. આ પ્રમાણે વિષયતૃતિરૂપ આનંદ તથા જીવનનિર્વાહના સાધનરૂપ સ્વાર્થ સાધવાને માટે પશુ-પક્ષી ઉપર સ્નેહભાવ રાખી તેની સેવાચાકરી મનુષ્ય કરે છે.
સંસારમાં સ્વાર્થ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. એક તે પરમાર્થરૂપ સ્વાર્થ, જેને સાચા જ્ઞાનવાળા જ્ઞાની પુરુષો જ કરી જાણે છે, કે જે સ્વાર્થમાં પરમ શાંતિ રહેલી હોય છે. પરિણામે તે પરમ આનંદને આપવાવાળે હેાય છે અને સંસારમાં કોઈ પણ પ્રાણીને દુઃખ આપ્યા સિવાય સાધી શકાય છે. વળી અસંતું