________________
: ૭૨ :
જ્ઞાન પ્રદીપ.
જીવન અને અનંતું સુખરૂપ આત્માના ગુણોને વિકાસ કરનાર હોય છે. બીજે સ્વાર્થ જીવનનિર્વાહનો હોય છે. આ સ્વાર્થ ચાહે ત્યાગી છે, ચાહે ભેગી હો સઘળાયને રાખ પડે છે. પ્રાણીમાત્ર પિતાને મળેલા જીવનને ટકાવી રાખી તેમાં જીવવાની ઈચ્છાવાળા હોય છે. પરમાર્થરૂપ સ્વાથને સાધવા માટે પણ આ સ્વાર્થની જરૂર પડે છે, માટે દુનિયાનાં પ્રાણીમાત્રમાં આ સ્વાર્થ રહેલો હોય છે. ત્રીજે સ્વાર્થ મજશોખનો છે. આ સ્વાર્થ અનીતિથી દ્રવ્ય ઉપાર્જન કરીને શ્રીમંત બનેલાઓમાં વધારે જોવામાં આવે છે. શ્રમજીવીમાં થોડા પ્રમાણમાં હોય છે. ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ સિવાય આ સ્વાર્થમાં બીજી કાંઈ પણ પ્રાપ્તિ હેતી નથી. મનુષ્ય માજશેખ માટે અનીતિ તથા અધર્મનું આચરણ વધારે કરે છે, જેથી કરી તેને વધારે અપરાધી બને છે. મેજશોખરૂપ સ્વાર્થ સાધવાવાળાઓને અનુરાગ જડ ઉપર વિશેષ હોય છે. ખાવાપીવાને માટે મનગમતી વસ્તુઓનો ઉપયોગ કરે છે, અનેક પ્રકારના રસનેંદ્રિયના પોષક પદાર્થો વાપરે છે. પોતાની જીભના સ્વાદને ખાતર અનેક જીનો વિનાશ કરે છે. મેજશોખના સ્વાથીનો અનુરાગ ઘરેણાં, સારાં સારાં કપડાં, સારાં મકાનો, બાગબગીચા, મેટર આદિ વસ્તુઓ ઉપર પણ વિશેષ હોય છે. એમને નાટક-સિનેમા આદિ રમતગમતના સાધનો બહુ જ ગમે છે. સુગંધી વસ્તુઓ તેમજ અનેક પ્રકારના વાઈની પણ ચાહના એમને ઘણી જ રહે છે. તાત્પર્ય કે જેટલો જડ સંસાર છે તેને ક્ષણિક આનંદના માટે ચાહનારા મેજ-શોખના સ્વાર્થી હોય છે. ઉપર બતાવેલા " ત્રણ પ્રકારના સ્વાર્થોમાંથી પરમાર્થરૂપ સ્વાર્થ, તે નામનો જ સ્વાર્થ છે. તેથી આત્માનું અકલ્યાણ થતું નથી, કારણ કે