________________
સ્વામય સંસાર.
તેમાં આત્માની ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરવાના પ્રયેાજન સિવાય બીજી' કાંઇ પશુ પ્રત્યેાજન હેાતુ નથી. તેમનો આત્મશ્રેય માટે કરવામાં આવતા જગતના જીવે ઉપરનો સ્નેહ ઉભયનુ હિત કરવાવાળો હોય છે. તેમનો સ્વાથ જગતના કોઇ પણ જીવને દુ:ખદાયી હોતો નથી, માટે તેને ઉત્તમ ગણ્યા છે. પૂર્વે જેટલા મહાપુરુષો થઈ ગયા છે તેએ સાચા સ્વાર્થી બનવાનો ઉપદેશ આપી ગયા છે. સાચા સ્વાર્થ સિવાય જગતનુ કલ્યાણ નથી, પણ પહેલાં સાચા સ્વાસ્થ્યને સારી રીતે ઓળખવા જોઈયે અને ત્યારપછીથી જ સ્વાર્થી બનીને સ્વશ્રેય સાધવુ જોઇએ. સ્વને ન એળખવાથી જ જગત છેતરાય છે. અમે સ્વાથ સાધ્યા એમ માનીને સ ંતોષ જાહેર કરે છે પણ તે મેાટી ભૂલ કરે છે, કારણ કે સ્વના જ્ઞાનરયૂન્ય આત્માએ સ્વાર્થ સાધવાને બદલે સ્વા ભ્રષ્ટ થાય છે. સ્વસબંધીની તેમની અજ્ઞાનતા તેમનો સર્વનાશ કરે છે. બીજા જીવાને દુઃખ આપી, તેમને છેતરી, વિશ્વાસઘાત કરી, તેમને મારી નાખી, તેમનુ જીવન અનીતિમય અનાવી કાઇએ પણ આજ સુધીમાં સ્વાર્થ સાધ્યા નથી, માટે સ્વ એટલે પોતાની ઓળખાણ કરવાની અત્યંત આવશ્યકતા છે.
: 93 :
સ્વને ન ઓળખનારાઓ, કેવળ પચીસ-પચાસ કે સાહસીત્તેર વર્ષીના મળેલા જીવનને જ સ્વ માનનારાઓ મધ્યમ કેડિટના સ્વાર્થીચા ગણાય છે. તેઓ પોતાના જીવનને ટકાવી રાખવાને માટે સ`સારને ચ્હાય છે. જીવનનિર્વાહ અનેક પ્રકારના સાધનોથી થાય છે. કોઇ નોકરી કરીને જીવનનિર્વાહ કરે છે, તે અનેક પ્રકારના ધંધા કરીને જીવનનિર્વાહ કરે છે. કાઈ મજૂરી કરીને કરે છે, તેા કાઈ ભિક્ષા માગીને કરે છે. મતલબ કે, જીવવાને માટે મનુષ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિયા કરે છે. જીવ