________________
: ૭૪ :
જ્ઞાન પ્રદીપ. વામાં કેટલાકને અનુકૂળતા મળે છે, તે કેટલાકને પ્રતિકૂળતા મળે છે. કેટલાક સુખે નિર્વાહ કરે છે, તો કેટલાક દુઃખે નિર્વાહ કરે છે. કેટલાકનો જીવવાનો હેતુ અકલ્યાણનો હોય છે, તે કેટલાકનો ફક્ત જીવન વ્યતીત કરવાનું હોય છે.
પરિશ્રમ વગર જીવનનિર્વાહ કરવાની ચાહનાવાળા, દંભ, છળ, વિશ્વાસઘાત વિગેરે અનીતિ કરવાવાળા હોય છે અને શ્રમજીવી તથા મરી જવું છે એમ સમજનારા, અસત્ય, છળ, પ્રપંચ કે વિશ્વાસઘાતરૂપ અનીતિ કરતા નથી. એક દિવસ મરવું છે, એમ માનનારા સંતેષી હોય ત્યારે મૃત્યુને ભૂલી જનારા અસંતોષી હોય છે. વગર મહેનતે આજીવિકા કરવાની ભાવનાવાળાઓ ચેરી, જુગાર આદિ દુર્વ્યસનના સેવનારા હોય છે. તેમના જીવનમાં અનેક પ્રકારની આપત્તિ વિપત્તિ નડ્યા સિવાય રહેતી નથી. શ્રમજીવીયે ઘણું કરીને સુખે જીવે છે, તેમનું જીવન ઉપદ્રવ વગરનું હોય છે. આનંદથી નિરપરાધીપણે પોતાનું જીવન વ્યતીત કરે છે.
શ્રમથી જીવનનિર્વાહ કરનારાઓ પોતાના જીવનનિર્વાહ માટે બીજાને ત્યાં નોકરી કરે છે. બીજાના ઘરનું કામ ઘણા પ્રેમથી કરે છે. જેને ત્યાં નોકર હોય છે તે ઘરનાં માણસને પોતે હાય છે, તેમના ઉપર સ્નેહભાવ રાખે છે. તેમનું સઘળું ય કામ પોતાનું સમજીને કરે છે. તેનો તે ઘર પ્રતિ મમત્વભાવ બંધાઈ જાય છે. તેના બાળબચ્ચાને રમાડે છે, ખવડાવે છે, ન્હવડાવે છે અને પ્રેમથી પાળે છે. આ બધું શા માટે? કેવળ આજીવિકાના સ્વાર્થ માટે, જીવનનિર્વાહ માટે. વ્યાપારી પિતાના ગ્રાહકેને ડાય છે, તેમને આદરસત્કાર કરે છે, ઘેર આવ્યા હોય તો તેમને સારી સારી