________________
-
~~~
~~-
~
જ્ઞાન પ્રદીપ. હો અથવા નિજીવ હો-પિતાને લાભ કે નુકશાન ન થતું હોય તે તે વસ્તુઓના ઉપર તેમને રાગ પણ નથી હોતે તેમજ શ્રેષ પણ નથી હોતો, પરંતુ જેનાથી તેમને લાભ કે નુકશાન થતું હોય તે તેઓ રાગ-દ્વેષને આધીન થઈને અન્યનું અહિત કરવાવાળી તથા અનિષ્ટકારક પ્રવૃત્તિઓમાં ઉતરી પડે છે તે પણ તેઓ બહારને ડેળ તે વીતરાગ જે જ રાખે છે. જેઓ સાચા વીતરાગ છે, જેમના મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય આદિ રાગ-દ્વેષના ઉત્પાદક દેષો સર્વથા નાશ થઈ ગયેલા હોય છે તેમને કઈ પણ વસ્તુથી લાભ કે નુકશાન થાય તો પણ તેઓ લેશ માત્ર પણ રાગ-દ્વેષ કરવા પ્રેરાતા નથી. તેમને આત્મવિકાસ થયેલ હોય છે, તેમને સાચે સમભાવ પ્રગટ થયેલે હોય છે. આવા સમભાવી પુરુષો સર્વથા સ્વાર્થ શૂન્ય હોવાથી જ તેમને સ્નેહ સંસારની કઈ પણ વસ્તુ ઉપર હોતો નથી. બાકીના મનુષ્ય જ્યાં સુધી કેવળી થઈ સાચા વીતરાગ બનતા નથી ત્યાં સુધી અનેક પ્રકારના સ્વાર્થ સાધવા તેમને સ્વાર્થ પૂરતો સ્નેહ રાખવું પડે છે. સર્વમુક્તિ પ્રાપ્ત કર્યા પછી જ જીવની સ્વાર્થવૃત્તિઓ નાશ પામે છે. જ્યાં સુધી સર્વ કર્મના આવરણથી આત્મા ઘેરાયેલું રહે છે ત્યાં સુધી તે કઈ ને કઈ પ્રકારને સ્વાર્થ તે રહેવાને જ, પછી તે સાચા સ્વાર્થરૂપી પરમાર્થ છે અથવા પરમાઈશન્ય મિથ્યા સ્વાર્થ હે, પણ સર્વથા સ્વાર્થશૂન્યતા તે હોતી નથી.
મિથ્યા સ્વાર્થી જડાસક્ત હોય છે અને તેના અંગે તેમને જડ વસ્તુઓ ઉપર રાગ વધારે હોય છે. ચૈતન્ય ઉપર જે તેમને સ્નેહભાવ જોવામાં આવે છે તે કેવળ ચેતન્ય સાથે સંબંધ ધરાવનાર જડમય સ્થૂળ દેહ માટે જ હોય છે; કારણ કે પોતે