________________
સ્વાર્થમય સંસાર.
: ૬૭ ઃ
જડ જોક્તા હોવાથી સરસ–સુંદર વર્ણ, ગંધ, રસ, શબ્દ ને સ્પર્શવાળા દેહની જ ચાહનાવાળા હોય છે; જેવાના, ચાખવાના, સાંભળવાના ને સ્પર્શ કરવાના લેભી હોય છે, અને સાચા સ્વાથીઓ પરમાર્થ માટે જ પ્રવૃત્તિ કરનારાઓને સ્નેહભાવ આત્માઓ ઉપર હોય છે; કારણ કે તેમનું આત્મશ્રેય આત્માઓ ઉપર સ્નેહભાવ રાખવાથી થાય છે.
જ્યાં સુધી મનુષ્યને સાચું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી પરમાર્થ માટે પ્રવૃત્તિ કરી શકતા નથી, ક્ષણિક સુખ તથા આનંદના માટે મિથ્યા વસ્તુઓની ચાહના રાખ્યા કરે છે, જડ વસ્તુઓ ઉપર પ્રેમભાવ રાખીને તેને જ મેળવવા મથ્યા કરે છે જ્યારે તેમને સાચું–યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે પરમાર્થ, આત્મશ્રેય-આત્મવિકાસ અથવા પુન્યબંધ માટે પ્રવૃત્તિ કરે છે. તેમને સ્વાર્થ જ આત્માન્નતિ હોય છે અને એટલા માટે જ તેમને સ્વાર્થ ઉચ્ચતમ હોવાથી તેમને સ્નેહ પણ પવિત્ર હોય છે. અજ્ઞાનીને સ્વાર્થ તુચ્છ તથા અધમ હોવાથી તેમને સ્નેહભાવ તુચ્છ તથા અધમ હોય છે.માયા,પ્રપંચ, અસત્ય તથા અનીતિગર્ભિત હોય છે.
ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરવાથી સંસારમાં કેઈપણ–તે પછી ઉત્તમ પુરુષ હો કે અધમ પુરુષ હો, પ્રાણીમાત્ર સ્વાર્થ શૂન્ય તો નથી જ. જ્યાં પ્રયજન ત્યાં પ્રવૃત્તિ છે ને જ્યાં પ્રવૃત્તિ છે - ત્યાં પ્રયોજન છે. મેહનો નાશ કરી વીતરાગદશા પ્રાપ્ત કર્યા સિવાય નિરિચ્છકદશા આવતી નથી. જ્યાં નિરિચ્છકતા નથી ત્યાં નિઃસ્વાર્થતા હોઈ શકે જ નહીં. મેહના વશ પડેલો સંસારી હિતાહિતનું ભાન રાખ્યા વગર વિવિધ પ્રકારના પદાર્થોને જોઈને વિવિધ પ્રકારથી ચાહનાપૂર્વક પિતાને સુખ મળશે, આનંદ મળશે એમ માનીને તુચ્છ–અસાર પદાર્થોને મેળવવા કૃત્રિમ-ટે સ્નેહભાવ