________________
સ્વાર્થમય સંસાર
: ૬પ :
ત્યારે ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદની ચાહનારૂપ સ્વાર્થ સિદ્ધ થયા પછી નિવૃત્તિ મેળવી ઉદાસ રહેવાવાળા અધમ પુરુષની કેટીમાં ગણાય છે. એમની નિવૃત્તિ તથા ઉદાસી ક્ષણિક હોય છે. એમનો સ્વાર્થ સિદ્ધ થયા છતાં તુચ્છ તથા ક્ષુદ્ર વાસનાઓથી વાસિત હોવાથી અનેક પ્રકારની ઈચ્છાઓથી ઘેરાયેલા જ રહે છે, માટે જ પરમાર્થ સાધીને નિત્ય નિવૃત્તિને પામેલા પુરુષો પૂજાય છે, જ્યારે જડાત્મક સુખ સાધીને ક્ષણિક નિવૃત્તિ પામેલા નિદાય છે.
તીર્થકર પિતાના તીર્થંકરનામકર્મના ક્ષયરૂપ સ્વાર્થ સાધવાને માટે પિતે ઉપદેશ આપે છે. કેવળીઓ બીજાનું હિત કરવું, પિતાના કોઈપણ પ્રકારના કર્મની નિર્જરામાં નિમિત્ત કારણ બનતું હોય, તે જ તેઓ બીજાનું હિત કરે છે. એમને પુન્ય બાંધવા માટે કે ક્ષણિક આનંદ તથા સુખ માટે પ્રવૃત્તિ કરવાનું હેતું નથી. સંસારમાં રહેવાવાળાને આત્મવિકાસનાં સારાં સાધન મેળવવા માટે અથવા તો ક્ષણિક સુખ અને આનંદ માટે પુન્ય ઉપાર્જન કરવા શુભ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહે છે. કેવળીઓને આ બેમાંથી એક પણ વસ્તુની જરૂરત હોતી નથી. તેઓ સંસારસમુદ્રના કાંઠે પહોંચી ગયેલા હોય છે.
સંસારમાં કેટલાક મનુષ્ય રાગ-દ્વેષના કારણે હોવા છતાં બહારથી વીતરાગ જેવા લાગે છે અને કઈ કઈ તે રાગશ્રેષનાં કારણો સર્વથા નાશ પામવાથી સાચા વીતરાગપદને પામેલા હેય છે. આ બંને પ્રકારના મનુષ્યમાંથી જેઓ વિતરાગ નથી, પણ બાહ્યાવૃત્તિથી વીતરાગ જેવા લાગતા, ક્ષુદ્ર સ્વાર્થ સાધવા વીતરાગ જે આડંબર કરનારાઓ, જે વસ્તુથી–પછી તે સજીવ