________________
: ૬૪ :
જ્ઞાન પ્રદીપ.
ધનથી સેવા કરે છે, તે કાંઈ એવા ઉદ્દેશથી નથી કરતા કે અમને પુન્ય થશે, અમારી સારી ગતિ થશે, અમારું આત્મશ્રેય કે આત્મવિકાસ થશે; પરંતુ તેઓ એવી ભાવનાથી પુત્રની સેવા કરે છે કે અમારે પુત્ર મેટો થશે એટલે અમારી સેવા-ચાકરી કરશે, વૃદ્ધાવસ્થામાં અમારું પાલન-પોષણ કરશે. સ્ત્રીને પતિ ઉપર પ્રેમ કામવાસના, પુત્રપ્રાપ્તિ તથા સુખના સાધનો મેળવવા માટે હોય છે. પતિનો સ્ત્રી ઉપર પ્રેમ કામવાસના, પુત્ર-પ્રાપ્તિ તથા ગૃહસ્થાશ્રમ સાચવવા માટે હોય છે. આ જ પ્રમાણે બીજા પણ સગાં-સંબંધીઓને પ્રેમભાવ કેઇનો આજીવિકા માટે, તો કેઈને ધનપ્રાપ્તિ માટે ઈત્યાદિ અનેક પ્રકારના સ્વાર્થને લક્ષ્યમાં રાખીને હોય છે. એક બીજાની સાથે મિત્રતા કરવામાં આવે છે તે પણ સ્વાર્થ સિવાય થઈ શકતી નથી. કેઈ આનંદ મેળવવા માટે તે કઈ દુઃખ વખતે મદદગાર થવા માટે, કેઈમેજશેખ ખાતર તે કઈ ધનપ્રાપ્તિ કે એવા બીજા કોઈ સ્વાર્થને માટે મિત્રતા કરે છે.
સાચા સ્વાર્થ–પરમાર્થના સાધક મનુષ્ય જ્યારે પિતાનો સ્વાર્થ પૂરી થાય છે ત્યારે બીજાના માટે કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તેઓ સંસારના સજીવ તથા નિજીવ પદાર્થોને ચાહતા નથી. આવી કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થયેલા પુરુષો દુનિયામાં વીતરાગ તરીકે ઓળખાય છે. એમની ઉત્તમ પ્રકારની, આત્મવિકાસ સંબંધીની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. એમનું દેહાશ્રિતપણું સર્વથા નષ્ટ થવાવાળું હોવાથી દેહદ્વારા કરવામાં આવતી ક્રિયાઓ લય પામી જાય છે.
સાચો સ્વાર્થ સિધ્ધ થયા પછી ઉદાસીનવૃત્તિને ધારણ કરવાવાળા અને નિવૃત્તિને પામેલા ઉત્તમ પુરુષની કેટીમાં ગણાય છે;