________________
દુઃખ કયાંથી આવે છે?
: ૫૯ :
દુનિયાને સારું દેખાડવા માનવીને ઘણાં કષ્ટ વેઠવાં પડે છે. તદુપયોગી ધનના માટે અનીતિ તથા અધર્મ સેવ પડે છે, કારણ કે પિતાના માનેલા સુખ તથા આનંદમાં આવતી અગવડતાઓ દૂર કરવા આ બંધુ ય કરવું પડે છે, કરવું પડશે, જવું પડશે, નમવું પડશે, વિગેરે વિગેરે ભાવશૂન્ય લૌકિક ફરજીયાત પ્રવૃત્તિઓ મન વગરની હોવાથી એક પ્રકારનો દંભ છે, અને તે પુદ્ગલાનંદી જીવેને પિતાના માનેલાં સુખ તથા આનંદના માટે સેવો પડે છે, તે પણ છેવટે આવા પ્રકારના સુખ આનંદ નષ્ટ થઈ જાય છે અને અધમ, અનીતિ તથા દંભ સેવીને કરેલા અપરાધેની સજા ઉભય લેકમાં ભેગવવી પડે છે; માટે સાચું સુખઆનંદ જોઈતાં હોય તે પિતાની દરેક પ્રવૃત્તિમાં પ્રભુની સમ્મતિ લેવી. પ્રભુને ગમે તેમ કરવાથી અપરાધી બનાતું નથી, અને આવી પ્રવૃત્તિ સુખમૂલક તથા નિવિકારી હોવાથી પરિણામે સાચાં સુખ તથા આનંદના કારણભૂત બની સર્વથા દુઃખને અંત લાવી શકાશે.
)
અક
P
--