________________
સ્વામય સંસાર.
~ (૯)
(
“સસારમાં સ્વાર્થ સિવાય પ્રેમ કે સ્નેહ જેવી કોઇ વસ્તુ જ નથી.”
દુનિયાના મોટા ભાગ એમ માને છે કે–અમુક મારા સ્નેહી છે, અમુકનો મારા ઉપર પુષ્કળ પ્રેમ છે; અથવા તે અમુક ઉપર મારા ઘણા જ સ્નેહ છે, પરંતુ સ્નેહ અને પ્રેમ જેને કહેવામાં આવે છે તે એક પ્રકારનો સ્વાર્થ છે.
સ્નેહ એટલે કાઈપણ પ્રકારના લાભથી ઉત્પન્ન થયેલી અશાંતિને શાંત કરવારૂપ સ્વાને સાધવા માટે લાગણી, સહાનુભૂતિ, ચાહના આદિ જે કાંઈ ભાવેા દેખાડવામાં આવે છે તેને અજ્ઞાત વગ સ્નેહ કહે છે; પણ જ્ઞાનીએ તો તેને એક પ્રકારનો સ્વાર્થ જ કહે છે; કારણ કે લાગણી આદિ ભાવા સ્વાર્થ સાધવાનાં ખાસ કારણો છે.
સંસારમાં મુખ્યત્વે કરીને ધનના લેાભથી કરવામાં આવતી પ્રવૃત્તિને જ સ્વાર્થ કહેવામાં આવે છે; પરંતુ સ્વાં અનેક