________________
: ૫ર :
જ્ઞાન પ્રદીપ. આ પ્રમાણે મિથ્યા જ્ઞાનસ્વરૂપ ગુણદષ્ટિપણું સંસારના બંધનોને તેડવા કેવી રીતે સમર્થ થઈ શકે, કે જેથી કરી આત્માને શાશ્વતી મુક્તિ મળે?
જડના ગુણે દોષ સ્વરૂપે જોવાય નહીં ત્યાં સુધી ત્યાગ આવી શકે નહીં. ત્યાગી એટલે વિજાતીય ગુણોને દેષસ્વરૂપે જેનાર, કહેનાર, માનનાર અને તેનાથી સાચી રીતે વિરામ પામનાર.
જ્યાં સુધી આત્માને ભિન્ન દ્રવ્યના ગુણોમાં ગુણદષ્ટિપણું હોય છે ત્યાં સુધી રાગદ્વેષ નબળા પડી શકતા નથી પણ સબળ થતા જાય છે. અને આત્માના આનંદ, જીવન, જ્ઞાન, સુખ આદિ ગુણેને વધારે ને વધારે ઢાંકતા જાય છે જેથી કરી આત્માનાં બંધન શિથિલ થવાને બદલે દઢતર બનતાં જાય છે.
જે કે જડના વર્ણ આદિ ગુણમાં પગલાનંદી જીનું પોતે માનેલી પ્રતિકૂળતાના અંગે ષષ્ટિપણું પણ હોય છે; પરંતુ તે ગુણદષ્ટિપણાને બાધ કરવાવાળું હોતું નથી, કારણ કે એક પ્રસંગે એક વસ્તુમાં પ્રતિકૂળતાના અંગે દેષ દેખાય છે, તે અન્ય પ્રસંગે તે જ વસ્તુ અનુકૂળ લાગવાથી તેમાં ગુણ જોવાય છે. જડમાં ગુણદષ્ટિને પ્રાધાન્યતા આપી દેશદષ્ટિને ગૌણતા અપાય છે, અર્થાત્ ગુણદષ્ટિની માન્યતા નષ્ટ થતી નથી. કદાચિત મંદ ઔપશમિક ભાવે આત્માને પૌગલિક વસ્તુની વાસ્તવિક અસુંદરતા, અને ગુણોની તાવિક દૃષ્ટિથી દેષસ્વરૂપતા પ્રતીત થવા લાગે છે કે તરત જ ઔદયિક ભાવમાં વર્તતી અન્યાન્ય મેહનીયની પ્રકૃતિની પ્રેરણાથી આત્મા પગલિક વસ્તુને અન્ય વસ્તુના મિશ્રણથી કે અન્ય કઈ પ્રક્રિયાથી વિવિધ પ્રકારના વિકારોવાળી બનાવી, અનુકૂળ તથા સુંદર લાગે તેવી કરે છે અને પછી મંદ પથમિક ભાવ નષ્ટ થવાથી તે જ વસ્તુને ગુણષ્ટિ