________________
દોષદષ્ટિ થવાથી મુક્તિ. : પી? તે અવિકારીપણે જ્ઞાતા સ્વરૂપે રહે છે, પરંતુ અનાદિ કાળના અભ્યાસથી જડ વસ્તુઓમાં થતા વિકારનો પોતાનામાં આરોપ કરે છે, અર્થાત્ પોતાના ગુણોનો પોતાનામાં આરેપ કરે છે, અને તેથી કરીને જ જડમાં સુંદરતા જુએ છે અને આનંદ મેળવવાને માટે માનેલી સુંદર પૌગલિક વસ્તુઓથી છૂટો પડવાને ઈચ્છતો નથી.
પુગલમાં સુંદરતા અને પ્રિયતા આત્માને જે જણાય છે તે કર્મના પડદામાં રહીને બહિરાત્મદ્રષ્ટિથી જુવે છે, તેથી જે પડદાને ખસેડીને અંતરાત્મદષ્ટિથી જુવે તો સાચી વસ્તુ જણાય અને સુંદરતાનો ભ્રમ ટળી જાય. પછી ગુણદષ્ટિપણું મટી જવાથી પૌદ્ગલિક વસ્તુઓમાં ઉદાસીનપણે રહે છે, જેથી કરી તેનો જૂનો સંબંધ તૂટી જાય છે અને ન સંબંધ થતું નથી, જેના પરિણામે છેવટે સર્વથા છૂટી જઈને મુકિત મેળવી શકે છે.
ખરું જોતાં તે વર્ણ, ગંધ, રસ આદિ પુદગલના ગુણો છે, અને તે આનંદ સુખ તથા જીવનસ્વરૂપ બની શકતા નથી, તેમજ આનંદ આદિ જે વાસ્તવિકપણે આત્માના ગુણ કહેવાય છે તેને ઉત્પન્ન પણ કરી શકતા નથી, છતાં પુદગલાનંદી જીવો કમની પ્રેરણાથી વર્ણ આદિને આનંદ ઉત્પન્ન કરનારા, અથવા તે આનંદ સ્વરૂપને ધારણ કરનારા માને છે. તેમાં પણ ધનવાન– કંગાલ, સાક્ષર-નિરક્ષર, ત્યાગી–ભોગી આદિ જીવવિશેષના અંગે તારમ્યતા રહેલી છે. કેઈ રસને વધારે આનંદેત્પાદક માને છે ત્યારે કેઈ શબ્દને તે કઈ ગંધને, કોઈ સ્પશને તો કઈ વણને વધારે આનંદોત્પાદક માને છે. સાક્ષર–ત્યાગી–ધની મુખ્યપણે સ્તુતિના શબ્દમાં વધારે આનંદસ્વરૂપ ગુણને જુએ છે, તો નિરક્ષર-કંગાળ રસમાં આનંદ ગુણની અધિકતા જુવે છે.