________________
: ૫૦ :
જ્ઞાન પ્રદીપ.
શાંતિ, સુખ, જીવન વિગેરે અમને જડદ્વારા જ પ્રાપ્ત થાય છે. ખાઇચે નહિ' તે મરી જવાય, અન્નવડે જ જીવી શકાય છે, વિષય સેવવાથી જ શાંતિ મળે છે, નાટક જોવાથી અને મધુર ગાયન સાંભળવાથી જ આનંદ પ્રાપ્ત થાય છે, સ્વાદિષ્ટ ભેાજન જમવાથી જ પરમ સ તાષ પ્રાપ્ત થાય છે, એ લાખનો લાભ થવાથી હ ઉત્પન્ન થાય છે, યશાગાન સાંભળવાથી સુખ મળે છે—આ પ્રમાણે કેવળ ગુણ જ જોનાર જીવ જડના પંજામાંથી કેવી રીતે છૂટી શકે ? એ દૃષ્ટિ આપણને વાસ્તવિક માર્ગ બતાવતી નથી.
ખરું જોતાં તેા આનંદ, શાંતિ, સુખ, જીવન આદિ ગુણા આત્માના જ છે, જડના નથી, છતાં આત્મા માહના દબાણથી પેાતાના ગુણાના જડમાં આરોપ કરે છે, અને પેાતાને ગુણશૂન્ય માનીને આનંદ આદિ ગુણે। મેળવવા જડની ઉપાસના કરે છે. જ્યારે મેાહુમિશ્રિત બુદ્ધિથી ઇચ્છિત ગુણસ્વરૂપ જડના વિકારાની પ્રાપ્તિ થયાનું જાણે છે ત્યારે પેાતાને એવે આભાસ થાય છે કે મને આનંદ, જીવન તથા સુખ મળ્યાં. આવી મિથ્યા શ્રદ્ધા હેાવાથી નિરંતર જડના વિકારાની ચાહના રાખ્યા કરે છે. આવા જીવાને પુદ્ગલાનદી પણ કહેવામાં આવે છે અર્થાત્ પુદ્ગલામાં આનઃ જોનારા અથવા તે મનગમતાં પુદ્ગલની પ્રાપ્તિથી આનંદની ઉત્પત્તિ માનનારા આવા જીવા જડમાં ગુણદૃષ્ટિ હાવાથી અને જડના વિકારામાં તન્મય થઈ જવાથી તેનાથી છૂટવાના પ્રયત્ન જ કરતા નથી તેા પછી મુક્તિ મેળવવાની તા વાત જ કયાંથી ?
આ પ્રમાણે જીવાની ખાટી માન્યતાને અગે જ પૌદ્ગલિક સુખ કહેવાય છે, નહિ તે પૌગલિક સુખ જેવી કાઇ વસ્તુ જ નથી. વિકાર ભાવને શાંત કરનારાં એ પુદ્ગલો જ છે. આત્મા